________________
ઉત્તરોત્તર રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી જાય છે. આ બધું થવાની પાછળ હેતુ શુદ્ધપ્રણિધાન
છે.
પ્રણિધાન કહો કે એકાગ્રતા કહો, તે થવાની પાછળ હેતુ ‘માર્ગનું લક્ષ્ય' છે. સાધ્યના લક્ષ્યપૂર્વક થતી ક્રિયા કેવળ ક્રિયા જ નથી કિન્તુ રસપૂર્વકની ક્રિયા છે. ક્રિયાની પાછળ રસ ભળવાથી તે ક્રિયા કેવળ કાયવાસિત કે વાસિત ન રહેતાં મનોવાસિત પણ બને છે. એ રીતે મન, વચન, અને કાયા ત્રણેયથી વાસિત થયેલી નમસ્કારની ક્રિયાને જ શાસ્ત્રોમાં ‘નમસ્કાર પદાર્થ’ કહ્યો છે. શ્રી નમસ્કાર નિર્યુક્તિમાં શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીજી ફરમાવે છે કે -
“मणसा गुणपरिणामो, वाया गुणभासणं च पंचण्हं । જાળ સંપળામો, પુસ પયો નમુવારો |9||’
અર્થ : મન વડે આત્માનું પંચપરમેષ્ઠિના ગુણોમાં પરિવર્તન, વચન વડે તેમના ગુણોનું કીર્તન અને કાયા વડે તેમને સમ્યવિધિયુક્ત પ્રણામ એ નમસ્કારનો પદાર્થ છે અર્થાત્
નમસ્કા૨પદનો એ ખરો અર્થ છે.
સાચો નમસ્કાર થવા માટે કાયાથી પ્રણામ અને વાણીથી ગુણોના ઉચ્ચારણની સાથે મનનું પરમેષ્ઠિના ગુણોમાં પરિણમન પણ આવશ્યક છે. એ પરિણમન પરમેષ્ઠિ નમસ્કારની પાછળ રહેલાં હેતુઓનું શુદ્ધ ચિંતન કરવાથી થાય છે.
અરિહંતભગવંતના નમસ્કારની પાછળ જેમ ‘માર્ગ' હેતુ છે તેમ સિદ્ધ ભગવંતના નમસ્કારની પાછળ ‘અવિનાશ’ હેતુ છે. સંસારની સર્વ વસ્તુઓ વિનાશી છે. એક સિદ્ધપદ જ અવિનાશી છે. અવિનાશીપદની સિદ્ધિ માટે થતો સિદ્ધભગવંતોનો નમસ્કાર એ હેતુપૂર્વકનો નમસ્કાર છે, તેથી તે ભાવનમસ્કાર બને છે.
Jain Education International 2010_03
કોઈપણ ક્રિયાને ભાવક્રિયા બનાવવા માટે શાસ્ત્ર ચિત્તને સાદ પ્રકારનાં વિશેષણોથી વિશિષ્ટ બનાવવાનું ફરમાન કર્યું છે. તે વિશેષણોને સમજવાથી આપણી ક્રિયા ભાવક્રિયા છે કે નહિ તે સમજી શકાય છે. સાથે જ તે ભાવક્રિયા ન હોય તો તેને ભાવક્રિયા કેમ બનાવાય તેનું જ્ઞાન મળે છે. શ્રી અનુયોગદ્વારસૂત્રમાં ભાવક્રિયાનું લક્ષણ બતાવતાં ફરમાવ્યું છે કે
‘નાં સમો વા, સમળી યા, સાવધુ વા, સાવિયા વા, તચિત્તે, તાળે, તત્ત્તસે, તવાસિણ, तत्तिव्वज्झवसाणे, तदट्ठोवउत्ते, तदप्पिअकरणे, तब्भावणाभाविए, अन्नत्थ कत्थइ मणं अकरेमाणे उभओकालं आवस्य करेइ ।'
અર્થ : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ઉભયકાળ આવશ્યકને કરે. કેવી રીતે ? તચ્ચિત્ત, તન્મન, તલ્લેશ્યા, ત ્અધ્યવસાય, તત્તીવ્રઅધ્યવસાન, તર્થોપયુક્ત, તર્પિતકરણ અને તદ્ભાવનાથી ભાવિત થઈને અન્યત્ર કોઈ પણ સ્થાને મનને કર્યા વિના કરે એવી ક્રિયા ભાવક્રિયા છે અને એ રીતે થતું આવશ્યક એ ભાવઆવશ્યક છે.
અહી સામાન્ય ઉપયોગને તચિત્ત કહે છે, વિશેષ ઉપયોગને તત્ત્વન કહે છે, ઉપયોગની વિશુદ્ધિને તલ્લેશ્યા કહે છે, જેવો ભાવ તેવો જ ભાવિતસ્વર જ્યારે બને, ત્યારે લેશ્યાની વિશુદ્ધિ થઈ ગણાય છે. જેવો સ્વર તેવું જ ધન બને, ત્યારે ચિત્ત તદધ્યવસિત અને તેવું જ તીવ્ર-અધ્યવસાનવાળું બન્યું ગણાય છે. તઅર્પિતકરણ, તઅર્થોપયુક્ત અને તદ્ભાવનાભાવિત, એ ચિત્તના ત્રણ વિશેષણો ચિત્તની વધતી જતી એકાગ્રતાને સૂચવે છે.
સર્વકરણો એટલે મન, વચન અને કાયા તથા કરણ, કરાવણ અને અનુમોદન તે વડે યુક્ત ચિત્ત, અર્થ, ભાવાર્થ અને રહસ્યાર્થમાં ઉપયોગયુક્ત ચિત્ત
૧૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org