________________
સર્વ વિભાવદશાની શૂન્યતા છે.) ૧૯. શુભાશુભ । સર્વ કર્મનો ક્ષય થવા વડે કેવળ આત્માની જે ચિરૂપતા-ચૈતન્યસ્વભાવતા મોક્ષમાં છે, તે જ શૂન્યસ્વભાવપણું છે. ૨૦. પાંચ (ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ) શરીરનો નાશ કરનારા અને મોક્ષરૂપી પાંચમી ગતિને આપનારા આ પદના પાંચ અક્ષરો તમે મારું મરણ વગેરેના પ્રપંચથી રક્ષણ કરો. ૨૧.
ઈતિ દ્વિતીય પ્રકાશ સમાપ્ત.
ત્રીજો પ્રકાશ
નથી તેઓમાં તમો ગુણ, નથી રજો ગુણ, નથી બાહ્ય મુખવાળો સત્ત્વ ગુણ અને નથી
માનસિક, વાચિક કે કાયિક કષ્ટ તેઓને, કે
જેઓએ આચાર્યના ચરણોને સેવ્યા છે. ૧.
મોહના પાશો વડે બંધાયેલા પ્રાણીઓને પણ આચાર્ય ભગવાન, કેશિગણધરની જેમ મોહથી મુકાવે છે, એ મોટું આશ્ચર્ય છે. ૨.
બચારો જેનામાં સુંદર છે, જેમના આગમો (શાસ્ત્રો) મોક્ષ આપનારા છે અને જેઓ ખોટ વિનાના કેવળ લાભના જ ઉપાયવાળા છે, તેમને ડાહ્યા માણસો, આચાર્ય કહે છે. ૩.
૬થાસ્થિત અર્થની પ્રરૂપણા કરનારા, યમનિયમાદિના પાલનમાં યત્ન કરનારા અને આત્મરૂપી યજ્ઞનું યજન-પૂજન કરનારા આચાર્ય ભગવાન નિરંતર મારે પ્રમાણ હો અથવા આધાર હો. ૪.
પુ-શત્રુ અને મિત્ર, સુખ અને દુ:ખ, દુર્જન અને સજ્જન, મોક્ષ અને સંસાર તથા ધનાઢય અને દરિદ્રી, આવી રાગદ્વેષ ઉત્પન્ન કરનારી વસ્તુઓમાં પણ જેઓ સમાન દિષ્ટ રાખે છે, તે પવિત્ર પુરુષો જ સંયમીઓના સ્વામી આર્ય તરીકે મનાય છે. ૫.
*
Jain Education International 2010_03
યા-જે કોઈ પવિત્ર સિદ્ધિઓ છે અને જે કોઈ ઉજ્જવલ લબ્ધિઓ છે, તે સર્વ, કમલને ભમરીની જેમ, આચાર્યને સ્વયં વરે છે. ૬.
i-આ અક્ષર ત્રણ રેખાવાળો અને માથે અનુસ્વારવાળો છે, એ એમ બતાવે છે કે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ વર્ગમાં સમદષ્ટિવાળા પુરુષો જ સજ્જનોના શિરોમણિપૂજ્ય બને છે. ૭. ધર્મ, અર્થ અને કામ અથવા મિત્ર, ઉદાસીન અને શત્રુ અથવા રાગ, દ્વેષ અને મોહ એ પ્રમાણે ત્રણ વર્ગ કહેવાય છે. ૮. સાત તત્ત્વરૂપ કમલના વનને વિકસિત કરવામાં સૂર્યના કિરણ જેવા આ નમો રિયાળ’ ત્રીજા પદના સાત અક્ષરો સાત નરક-પૃથ્વીનાં દુઃખોનો નાશ કરો. ૯.
ઈતિ તૃતીય પ્રકાશ સમાપ્ત. ચોથો પ્રકાશ
નથી ખંડન કરાતો તે સુજ્ઞપુરૂષ કુપાખંડીઓ વડે, નથી વિડંબના પમાડતો મન, વચન અને કાયાના દંડવડે, તથા નથી દંડાતો ક્રોધાદિ કષાયો વડે, જે ઉપાધ્યાયનો આશ્રય કરે છે. ૧.
મોના-‘મા’એટલે લક્ષ્મી અને ‘૩મા’ એટલે પાર્વતી, શ્રી, હ્રી, ધૃતિ અને બ્રાહ્મી આ દેવીઓ, જેઓ ઉપાધ્યાયની ઉપાસના કરે છે, તેઓના શરીરમાંથી દૂર જતી નથી. એ પ્રમાણે યોગસિદ્ધિ મહર્ષિઓનો આદેશ છે. ૨.
ઉપાધ્યાય તે કહેવાય છે કે જેઓ મૂર્તિમાન ઉદયરૂપ છે, સભ્યષ્ટિ આત્માઓના ઉત્સવરૂપ છે અને શ્રેષ્ઠ બુદ્ધિમાનોના ઉત્સાહરૂપ છે. ૩.
વચન, શરીર, વય અને હૃદય આ ચારે વસ્તુઉપાધ્યાય મહાત્માની, વધની વાર્તાથી પણ રહિત છે તથા શાસ્ત્રને આધીન છે. ૪.
જ્ઞાએ અક્ષર ‘ઉવજ્ઝાયાણં' પદમાં રહેલ છે, તે શું સૂચવે છે ? એકાન્ત-અનિત્ય-દૃષ્ટિને જીતી
G
For Private & Personal Use Only
www.jainelibrary.org