________________
પછી ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત, સિદ્ધ – એમ તેનો વિકાસક્રમ હોય છે. સિદ્ધપદની વાત અરિહંત ભગવાનથી આપણને જ્ઞાત થાય છે તેથી નવકારમહામંત્રમાં તેમને પ્રથમ સ્થાને મૂકેલ છે. આમ અજ્ઞાન અને અહંથી ભવભ્રમણ કરતો જીવ મહામંત્રના આરાધનથી ક્રમશઃ સાધુપણાને પ્રાપ્ત કરી પોતાના કર્મદળનો નાશ કરતો થકી, જ્ઞાનચારિત્ર્ય દશાનો વિકાસ કરી, નવકારમંત્રરૂપી નાવને સહારે, ભવસમુદ્રને પાર કરી, જન્મમરણથી ૫૨ એવા શાશ્વત સિદ્ધ-પરમાત્મ પદને પ્રાપ્ત કરે છે.
વિશ્વના દરેક કર્મમાં કોઈ ને કોઈ મંત્રવિશેષ અને તેની મહત્તા હોય છે. હિંદુ ધર્મમાં જેમ ગાયત્રી મંત્ર છે તેમ જૈનધર્મમાં નવકારમંત્રનું માહાત્મ્ય છે. નવકારમંત્રની એક વિશિષ્ટતા એ છે કે તેમાં સમગ્રપણે ગુણોનું મહત્ત્વ અને તે પ્રત્યે આદર વ્યક્ત થયેલ છે; કોઈ વ્યક્તિવિશેષનો તેમાં ઉલ્લેખ નહિ હોવાથી આ મંત્ર માત્ર જૈનોનો જ નહિ પણ જૈનેતરોનો, સમગ્ર વિશ્વનો પોતીકો બની શકે તેવો છે. વળી આ મંત્રની કલ્યાણભાવના પણ ‘સર્વે ભવન્તુ સુખિનાં'જેવી વિશ્વવ્યાપક છે એ તેની બીજી વિશેષતા છે. આ મંત્રની ત્રીજી વિશેષતા એ છે કે સર્વ મંગળ પદાર્થોમાં પણ શ્રેષ્ઠ મંગળરૂપ આ મહામંત્ર તેના શરણે જનારને સર્વપાપોથી મુક્ત કરવાનું અને અજ્ઞાનાંધકાર દૂર કરી સત્યમાં પરમતત્ત્વમાં - પ્રતિષ્ઠિત કરવાનું વચન આપે છે. આ મંત્રની ચોથી વિશિષ્ટતા એ છે કે તેનો રચનાકાળ અત્યંત પ્રાચીન છે અથવા તો નમસ્કાર મહામંત્રની રચના ખરેખર ક્યારે થયેલી તે જાણી શકાયું નથી. કવિ કહે છે કે - ‘‘આગે ચોવીસી હુઈ અનંતી – હોશે વા૨ અનંત, નવકારતણી કોઈ આદિ ન જાણે એમ ભાખે અરિહંત,''
જૈનધર્મમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી
Jain Education International 2010_03
X
એમ કાળચક્રના વિભાગ નિયત કરેલા છે. તેમાં અવસર્પિણી એટલે કે પડતા કાળ દરમિયાન જૈન ધર્મને હાનિ થાય ત્યારે શાસનપ્રેમીઓની શ્રદ્ધા ડગી ન જાય અને જૈનદર્શનમાં વિશ્વાસ ટકી રહે તે માટે કોઈપણ સમયે અવશ્ય મુક્તિફળ આપી શકે તેવા મહાશક્તિવાન મંત્ર રચવાની કેવળી ભગવાન કે ગણધરને જરૂર લાગી હોય અને તેવી વિચારણામાંથી નમસ્કાર મહામંત્રની રચના કરવામાં આવી હોય એવી પણ એક માન્યતા છે.
વિજ્ઞાન એમ કહે છે કે જેમ આકર્ષણશીલ વિદ્યુતના સમાગમથી તણખા ઉત્પન્ન થાય છે તેમ જુદા જુદા સ્વભાવવાળા અક્ષરોની યથાયોગ્ય ગુંથણી કે સંકલના કરવાથી કોઈ અપૂર્વ શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. મહાપુરુષોના સામાન્ય શબ્દોમાં પણ અદ્ભુત સામર્થ્ય રહેલું હોય છે. તો પછી તેવા મહામાનવોએ ઉદેશપૂર્વક અને વિશિષ્ટ વર્ણોની સંકલનાથી યોજેલાં પદોના શક્તિશાળી સામર્થ્યની ગજબ શક્તિની તો વાત જ શી કરવી ? નવકારમંત્ર આવા મહામાનવોથી ખાસ હેતુપૂર્વક રચાયેલો છે. વળી એક માન્યતા પ્રમાણે આ મંત્રની રચના જૈનશાસનના સારભૂત ચૌદપૂર્વમાંથી થઈ છે. તેનાં નવપદોમાં અનુક્રમે અણિમા વગેરે આઠ સિદ્ધિઓ સમાયેલી હોવાનું વ્યાકરણના આધારે ઠરાવવામાં આવેલ છે. આ રીતે નમસ્કાર મહામંત્રનો આરાધક, મંત્રનો ભાવ યથાર્થ રીતે જાણતો ન હોય પરંતુ વિધિપૂર્વક તેનું શાબ્દિક અનુષ્ઠાન કે આરાધના કરે કે તો પણ ઉ૫૨ નિર્દેશ કર્યા મુજબ આ મંત્રના હેતુપૂર્વક ગોઠવાયેલા શબ્દોમાં પણ કોઈ એવું જબરું સામર્થ્ય છે કે એ શબ્દ ધ્વનિથી પણ આરાધકના મનોભાવો અને આજુબાજુના વાતાવરણમાં ચમત્કારિક લાભદાયી અસરો અને પરિવર્તન સધાય છે એ આ નવકાર મંત્રની પાંચમી વિશેષતા છે.
નવકારમહામંત્રની છઠ્ઠી વિશેષતા એ છે કે પ્રભુ મહાવીરના નિર્વાણ બાદ જૈનસંપ્રદાયમાં અનેક
૧૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org