________________
વેદના અને મૃત્યુમાં સહિષ્ણુ મળી સાધુના કુલ ૨૭ ગુણ થાય છે. સાધુ આ ૨૭ ગુણોમાં પૂર્ણદક્ષ હોવો જોઈએ.
સાધુની આરાધના વિધિ
‘ણમો લોએ સવ્વ સાહૂણં’ની આરાધના કઈ રીતે કરવી ?
ઉપસંહાર
(૧) ચિત્તને નાભિથી ચાર આંગળ નીચે સ્વાસ્થ્ય કેન્દ્ર પર એકાગ્ર કરો. વાદળી રંગ સાથે ‘ હ્રીઁ ણમો લોએ સવ્વ સાહૂણં’ પદનું લયબદ્ધ બોલીને અથવા મનથી ઉચ્ચારણ કરવું. (૨) લાંબો શ્વાસ લઈ ‘ૐ હ્રીઁ ણમો લોએ સવ્વ
આ પદ અતિ મહત્ત્વપૂર્ણ છે. સાધનાનો આરંભ આ પદથી થાય છે. સાધુના પદમાંથી જ બાકીનાં ચારેય પદો જન્મ લે છે. આ પદમાં કોઈ એક સંપ્રદાયના સાધુને નમસ્કાર નથી કર્યાં. જગતમાં જ્યાં પણ ઉપરોક્ત ગુણોથી યુક્ત શુદ્ધ સાધુ હોય એને નમસ્કાર કર્યા છે. આ પદ ઘણું જ વિશાળ છે. સૌ શુદ્ધ સાધુને આમાં સમાવી લીધા છે. જીવનમાં આ પદની સમ્યક્ આરાધના દ્વારા આપણામાં સાધનાની તડપ જાગે. સાધુ જીવન જીવવાની ઝંખના જાગે,
સાહૂણં’નું મંદ તથા લયબદ્ધ સ્વરે ઉચ્ચારણ કરવું. ફરી શ્વાસ ભરી બીજી વાર ઉચ્ચારણ
કરવું. આમ પાંચથી દસ મિનિટ સુધી ચેતનાનું ઊર્ધ્વરોહણ કરવાની યાત્રા પ્રારંભ કરવાનું
આરંભમાં કરી શકાય.
મન થાય, અંતરના આનંદનો અનુભવ કરવાની વૃત્તિ ઉદ્ભવે એમાં જ સાધુપદની સાચી આરાધનાનું મહત્ત્વ છે. આપણે સૌ એ મહત્ત્વને પામી ધન્ય બનીએ.
‘ણમો લોએ સવ્વ સાહૂણં' પદની આરાધના સાધનાના ઊંડાણમાં ઊતરવા માટે ઉપયોગી છે. આ પદની આરાધના કરવાથી
સાધુતાના ગુણોનો આપણા પોતાના જીવનમાં સંચાર થવા લાગે છે. ગ્રહની દૃષ્ટિએ આ પદની આરાધના શનિ, રાહુ-કેતુ ગ્રહના કુપ્રભાવને શાંત કરવા માટે ઉપયોગી છે.
અનાદિકાલીન મંત્ર
જૈનોનો અનાદિકાલીન એક માત્ર મૂળ મંત્ર શ્રી નવકાર છે.
ક્રોડો શ્લોકોવાળા દૃષ્ટિવાદથી જે કાંઈ સાધી શકાય છે, તે આ નવપદવાળા નાના નવકારમાં રહેલા વિશાળ અર્થના ચિંતન દ્વારા સહેજે પામી શકાય છે. એ કારણે એને ૧૪ પૂર્વનો સાર અને સર્વ સ્મરણોમાં પ્રથમ માનેલ છે.
શ્રી નવકારના મનન, ચિંતન અને ધ્યાનથી પ્રમોદભાવના જાગ્રત થાય છે અને તેની વૃદ્ધિ થવાથી કોઈ ને કોઈ ભવમાં શ્રી નમસ્કારના કોઈ એક પદમાં બેસવાવાળાની શ્રેણિમાં અવશ્ય આવી શકાય છે.
શુભ ભાવોની સાધના અને સિદ્ધિ (મુક્તિ)નું કારણ હોવાથી શ્રી નવકારમંત્ર સર્વોત્તમ મંત્ર અને પ્રથમ મંગળ મનાય છે.
ઉપકારી મહર્ષિઓનાં કથન મુજબ આ મંત્ર પાપમૂળનો યા પાપમાત્રનો નાશક છે.
Jain Education International 2010_03
૧૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org