SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ ગાહી એકેક અંશ જિમ અંધ કહે કુંજર એ પૂરોજી, તિમ મિથ્યાત્વી વસ્તુ ન જાણે, જાણે અંશ અધૂરોજી; લોચન જેહનાં બેહુ વિકસ્વર, તે પૂરો ગજ દેખેજી, સમકિતદષ્ટિ તિમજ સકલ નય, સમ્મત વસ્તુ વિશેષજી. ૧૧૮ અંશ-ગાહી નય-કુંજર ઊડ્યા, વસ્તુતત્ત્વ-તરૂ ભાંજેજી, સ્યાદ્વાદ-અંકુશથી તેહને, આણે ધીર મૂલાજેજી; તેહ નિરંકુશ હોએ મતવાલા, ચાલા કરે અનેકોજી, અંકુશથી દરબારે છાજે, ગાજે ધરિય અવિવેકોજી. ૧૧૯ નૈયાયિક વૈશેષિક વિવર્યા, નૈગમનય અનુસારંજી, વેદાંતી સંગહનય રંગે, કપિલ શિષ્ય વ્યવહારે જી; ઋજુસૂત્રાદિક નયથી સૌગત, મીમાંસકને ભલેજી, પૂર્ણ વસ્તુ તે જૈન પ્રમાણે, પણ્ દર્શન એમ મેલેજ. ૧૨૦ નિત્ય-પક્ષમાંહિ દૂષણ દાખે, નય અનિત્ય-પક્ષપાતીજી, નિત્યવાદ માંહિ જે રાતો, તે અનિત્ય નય-ઘાતીજી; માંહોમાંહિ લડે બેહુ કુંજર, ભાંજે નિજ કર દેતોજી, સ્યાદ્વાદ સાધક તે દેખે, પડે ન તિહાં ભગવંતોજી. ૧૨૧ છૂટાં રત્ન ન માલા કહિએ, માલા તેહ પરોયાંજી, તેમ એકેક દર્શન નવિ સાચાં, આપહિ આપ વિગોયાંજી; સ્યાદ્વાદ સૂત્રે તે ગુંથ્યા સમકિત દર્શન કહિએજી, સમુદ્ર અંશની સમુદ્ર તણી પરે પ્રગટ ભેદ ઈહાં લહિયેજી ૧૨૨ વચન માત્ર શ્રુત-જ્ઞાને હોવે, નિજ નિજ મત આશોજી. ચિંતાજ્ઞાને નય-વિચારથી, તેહ ટલે સંકલેશોજી; ચારા માંહિ અજાણી જિમ કોઈ, સિદ્ધ-મૂલિકા ચારેજી, ભાવનાને તિમ મુનિજનને, મારગમાં અવતારેજી. ૧૨૩ ૫૦ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy