________________
એહ બૌદ્ધનું મત વિપરીત, બંધ મક્ષ ન ઘટે ક્ષણચિત્ત; માનો અનુગત જો વાસના, દ્રવ્ય નિત્ય તેહજ શુભ મના. ર૧ સરિખા ક્ષણનો જે આરંભ, તેહ વાસના મોટો દંભ; . બંધ મોક્ષ ક્ષણ સરિખા નહીં, શક્તિ એક નવિ જાયે કહી. રર ઉપાદાન અનુપાદાનતા, જો નવિ ભિન્ન કરે ક્ષણ છતાં, પૂર્વ અપર પર્યાયે ભેદ, તો નવિ દ્રવ્ય લહે ત્યજી ખેદ, ૨૩ જ ક્ષણ નાશ તણો તુજ ધંધ, તો હિંસાથી કુણને બંધ ? વિસદશ ક્ષણનું જેહ નિમિત્ત, હિંસક તો તુજ મન અપવિત્ત. ૨૪ સમલચિત્ત ક્ષણ હિંસા યદા, કાયયોગ કાય નહિ તદા; “અનુમંતા તે હતા એક, તુજ વિણ કુણ ભાખે સવિવેક? રપ ખલપિંડીને માણસ જાણિ, પંચે તેહને ગુણની હાણિ; નરને ખલ જાણે નવિ દોષ, કહિયો બુધને તેહથી પોષ ર૬ સંઘ ભગતિ અજમાં કરી, દોષ નહીં તિહાં ઇમ ઉચરો; એ મહોટું છે તુમ અજ્ઞાન, જોજો બીજું અંગ પ્રધાન. ૨૭ હણિયે જે પર્યાય અશેષ, દુઃખ ઊપાઠવું ને સંકલેશ; એહ ત્રિવિધ હિંસા જિન કથી, પરશાસને ન ઘટે મૂલથી. ૨૮ નિશ્ચયથી સાધે ક્ષણભંગ, તો ન રહે વ્યવહાર રંગ; નવ સાંધે ને ગૂટ તેર, ઐસી બૌદ્ધ તણી નવ મેર.* ર૯
૧. જુવાન મન્ન: પાડાનામ: ૨. હિંસા ક્ષણની કાયા ભિન્ન | તિહૂવારે હિંસાનોડનુમંતા ને હંતા એક જ. ૩. નય. ૪. મેર એટલે મર્યાદા
૫૭૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org