________________
વિક્રમસંવત સત્તર દશમાં પોષ માસે પાટણમાં, ગુરુવર શ્રીનવિજયજી સાથે દુર્લભ ગ્રંથો લિપિ કરતાં પંદર દિનમાં સાત મુનિએ ગ્રંથ લખ્યો નયચક્ર નામ, વંદન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન પ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી શ્રીપાલરાસને શરૂ કરે, રાંદેરસંઘનો પૂર્તિ આગ્રહ વાચક જસ સ્વીકાર કરે; સાર્ધ સપ્તશત ગાથા પછીનું પૂર્ણ કર્યું એ રાસનું ગાન, વંદન કરીએ ત્રિવિધ તમને દેજો અમને સાચું જ્ઞાન. ૬ સત્તર તેતાલીસ ડભોઈતીર્થે ચરમ ચોમાસું આપ રહ્યા, વરસ પંચાવન નિર્મળ સંયમ પાળી યશથી અમર થયા; હેલા હેલા શિવપુર જાવા કર્યું આપે શું શુભપ્રસ્થાન, વંદન કરીએ ત્રિવિધ તમને દેજો અમને સાચું જ્ઞાન. ૭ પ્રભુની આણા ગૌણ બનીને જ્ઞાનનો મારગ વિરલ બન્યો, શાસન મારું હું શાસનનો એવો અંતર્નાદ ઘટ્યો; એવા ટાણે આપના ગ્રંથો ટાળે સંઘનું તિમિર તમામ, વંદન કરીએ ત્રિવિધ તમને દેજો અમને સાચું જ્ઞાન. ૮
પ્રશસ્તિ ન્યાયાચાર્ય ને ન્યાયવિશારદ યશોવિજયજી વાચક રાજ, વરસ વીત્યાં છે ત્રણસો પૂરાં સ્મરણ અંજલિ દઈએ આજ; દેવ હેમનો સેવક ભાવે સકલ સંઘ સાથે પ્રણામે, ચૈત્રી પૂનમ દિન ચરણવંદના કરીને જીવન ધન્ય ગણે. ૯
* વિ.સં. ૨૦૪૩
૪૦
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org