________________
ધર્મ અધમ અધમે ધર્મોહ, સન્ના મગે ઉમગ્ગાજી, ઉન્માર્ગે મારગની સન્ના, સાધુ અસાધુ સંલગ્નાજી; અસાધુમાં સાધુની સના, જીવે અજીવ અજીવે જીવ વેદોજી, મુત્તે અમુત્ત અને મુસ્તિક, સન્ના એ દશ ભેદોજી. ૩ અભિગ્રહિક નિજ નિજ મતે અભિગ્રહ, અનભિગ્રહિક સહુ સરિખાજી, અભિનિવેશી જાણતો કહે જૂઠું, કરે ન તત્વ-પરિખાજી; સંશય તે જિનવચનની શંકા, અવ્યક્ત અનાભોગાજી, એ પણ પાંચ ભેદ છે વિકૃત, જાણે સમજુ લોગાજી. ૪ લોક લોકોત્તર ભેદ એ પવિધ, દેવ ગુરૂ વલી પર્વજી, , સંગતિ તિહાં લૌકિક ત્રિણ આદર, કરતાં પ્રથમ તે ગર્વજી; લોકોત્તર દેવ માને નિયાણે, ગુરૂ જે લક્ષણ હીણાજી, પર્વ નિષ્ટ ઈહલોકને કાજે, માને ગુરૂપદ લીનાજી. ૫ ઈમ એકવીશ મિથ્યાત્વ ત્યજે જે, ભજે ચરણ ગુરૂ કેરાજી, સજે ન પાપે રજે ન રાખે, મત્સર-દ્રોહ અનેરાજી; સમકિતધારી શ્રુતઆચારી, તેહની જગ બલિહારીજી, શાસન સમકિતને આધારે તેહની કરે મનોહારીજી. ૬ મિથ્યાત્વ તે જગ પરમ રોગ છે, વલીય મહા અંધકારોજી, પરમ શત્રુ ને પરમ શસ્ત્ર તે, પરમ નરકસંચારોજી; પરમ દોહગ ને પરમ દરિદ્ર તે, પરમ સંકટ તે કહીયેજી, પરમ કંતાર પરમ દુર્મિક્ષ તે, તે છાંડે સુખ લહીયેજી. ૭ જે મિથ્યાત્વ લવલેશ ન રાખે, ધો મારગ ભાણેજી, તે સમકિત સુરતરૂ ફલ ચાખે, રહે વલિ અણીયે આંખેજી; ૧. મતિ. ૨. શકતે. ૩. આરાધ ૩૭૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org