________________
ઢાળ છઠ્ઠો
આઠ પ્રભાવક
અભિનંદન જિનદરિસણ તરસીએ અથવા ભોલુડા રે હંસા વિષય ન રાચીએ – એ દેશી
આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવયણી ધુરી જાણ; વર્તમાનશ્રુતના જેહ અર્થનો, પાર લહે ગુણખાણ, ધન ધન શાસનમંડન મુનિવરા. એ આંકણી. ૨૮ ધર્મકથી તે બીજો જાણીએ, નંદિષણ પર જેહ; નિજ ઉપદેશે રે રંજે લોકને, ભંજે હૃદયસંદેહ, ધન, ૨૯ વાદી ત્રીજો રે તર્કનિપુણ ભણ્યો, મલ્લવાદી પરિ જેહ; રાજદુવારે જયકમલા વરે, ગાજીંતો જિમ મેહ. ધન ૩૦ ભદ્રબાહુ પરિ જૈહ નિમિત્ત કહે, પરમત-જીપણ કાજ; તેહ નિમિત્તી રે ચોથો જાણીએ, શ્રીજિનશાસનરાજિ. ધન ૩૧ તપ ગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નવિ જિનઆણ આસવ લોપે રે નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ. ધન ૩૨
છઠ્ઠો વિદ્યા રે મંત્ર તણો બલિ, જિમ શ્રી વય મુણિદ;
3
સિદ્ધ સાતમો રે અંજનયોગથી, જિમ કાલિક મુનિચંદ. ધન૦ ૩૩
કાવ્ય સુધારસ મધુર અર્થ ભર્યા, ધર્મહેતુ કરે જેહ; સિદ્ધસેન પરિ રાજા' રીઝવે, અઠ્ઠમ વર કવિ તેહ. ધન૦ ૩૪
જવ નવિ હોવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વ અનેક; જાત્રા પૂજાદિક કરણી કરે, તેહ પ્રભાવક છેક. ધન૦ ૩૫
૧. કથક ૨. પોષે ૩. વલી ૪. નરપતિ.
૩૩૮
Jain Education International 2010_02
ગુર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org