________________
ઢાલ પાંચમી
[રાગ રામગ્રી, મંત્રી કહે એક રાજ્યસભામાં અથવા કહણી કરણી તુજ વિણ સાચો ન દીઠો યોગી રે એ દેશી]
-
વિષમકાલને જોરે કેઈ ઉઠ્યા જડ મલધારી રે; ગુરૂ ગચ્છ છાંડી મારગ લોપી, કહે અમે ઉગ્રવિહારી રે. ૧ શ્રી જિન ! તું આલંબન જગને, તુજ વિણ કવણ આધારો રે; ભગતલોકને કુમતિજલધિથી, બાંહિ ગ્રહીને તારો રે, ૨ શ્રી જિન ! તું આલંબન જગને. એ આંકણી.
ગીતારથ વિણ ભૂલા ભમતા, કષ્ટ કરે અભિમાને રે; પ્રાયે ગંઠી લગે નવિ આવ્યા, તે ભૂતા અજ્ઞાન રે. શ્રીજિન ! ૩ તેહ કહે `ગુરુ ગચ્છ ગીતારથ, પ્રતિબન્ધ શું કીજે રે ? દર્શન-જ્ઞાન-ચરિત આદરિયે, આપે આપ તરીજે રે,' શ્રીજિન ! ૪ નવિ જાણે તે પ્રથમ અંગમાં, આદિ ગુરૂકુલવાસો રે; કહ્યો ન તે વિણ ચરણ વિચારો, પંચાશકનય ખાસો ૨. શ્રીજિન ! ૫ નિત્યે ગુરુકુલવાસે વસવું, ઉત્તરાધ્યયને ભાખ્યું રે;
તેહને અપમાને વલી તેહમાં, પાપશ્રમણપણું દાખ્યું રે. શ્રીજિન ! ૬ દસવૈકાલિક ગુરૂશુશ્રૂષા, તસ નિંદા ફલ દાખ્યા રે; આવંતિમાં દ્રહસમ સદ્ગુરુ, મુનિકુલ મચ્છસમ ભાખ્યા રે. શ્રાજિન ! ૭ ગુરૂદષ્ટિ અનુસારે રહેતાં, લહે પ્રવાદ પ્રવાદે રે;
એ પણ અર્થ તિહાં મન ધરિયે, બહુગુણ સુગુરૂ પ્રસાદે રે. શ્રીજિન ! ૮ -
વિનય વધે ગુરૂ પાસે વસતાં, જે જિનશાસન મૂલો રે; દર્શન નિર્મલ ઉચિત પ્રવૃત્તિ, શુભરાગે અનુકૂલો રે. શ્રીજિન ! ૯
સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન
૨૮૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org