________________
માત્ર ૨૫૦ વર્ષ પૂર્વે થયેલા આ મહાપુરુષનું પણ પૂરેપૂરું સાહિત્ય આજે ઉપલબ્ધ થતું નથી, એ ખરેખર આપણી ભયંકર કમનસીબી છે. છતાં વર્તમાનમાં જે સાહિત્ય મળે છે તે પણ આપણા ઉપકા૨ માટે ઓછું નથી. આવા પરમ ઉપકારકનું સાહિત્ય જગતમાં દીર્ઘકાળપર્યંત ચિરસ્થાયી બની રહે, એ માટે સઘળા પ્રયત્નો યોજવા એ સમ્યગ્દષ્ટ આત્માઓનું પરમ કર્તવ્ય છે.
શ્રી ઉપાધ્યાયજી મહારાજાએ ન્યાય ખંડ ખાદ્ય જેવા સંસ્કૃત ભાષામાં દુર્ઘટ ગ્રંથો બનાવવા સાથે, પ્રાકૃતજનોના ઉપકારાર્થે ગુજરાતી ભાષામાં પણ ઘણી સરલ પદ્યરચનાઓ કરી છે. અસાધારણ ન્યાય અને પ્રમાણ વિષયક ગ્રંથો દ્વારા પંડિતશિરોમણિઓનાં શિરોને પણ ઇષત્ કંપાવનાર આ મહાન પુરુષ ‘જગજીવન જગવાલહો' અને ‘પુખ્ખલવઈ વિજયે જ્યો' જેવા સરળ પણ ગંભી૨ આશયવાળાં સ્તવનાદિકની રચનાઓ કરે છે, એ તેઓની પરોપકા૨શીલતાની પરાકાષ્ઠા છે. ગૂર્જર ભાષામાં પણ તેઓશ્રીએ જેમ સરલ ચોવીશીઓ, વીસી અને પદ્યોની રચના કરી છે, તેમ ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથા જેવાં મોટાં ગંભીર સ્તવનો અને દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ જેવી દુર્ઘટ રચનાઓ કરી છે. એમની ચિત્રવિચિત્ર કૃતિઓનો અનુભવ કરનારા વિદ્વાનો એમની અસાધારણ બુદ્ધિમત્તા અને અખંડ શાસ્ત્રાનુસારિતા જોઈને ચિત્તમાં ચમત્કાર પામ્યા સિવાય રહી શકતા નથી.
શ્રી ઉપાધ્યાયજીની કૃતિઓએ તે સમયના વિદ્વાનોને આકર્ષ્યા હતા, એટલું જ નહિ પણ આજ સુધી વિદ્વાનોનું તે તરફ આકર્ષણ એકસરખું છે. તેઓશ્રીનાં વચનો આજે પણ પ્રમાણ તરીકે વિદ્વાનો તરફથી અંગીકાર કરવામાં આવે છે. વધારે આશ્ચર્ય ઉપજાવનારી બીના તો એ છે કે સંસ્કૃત ગ્રંથોના ભાષાનુવાદો તો ઘણા થયા છે, પરંતુ શ્રીઉપાધ્યાયજી મહારાજના ગૂર્જર ગ્રંથ દ્રવ્ય-ગુણ-પર્યાય
Jain Education International 2010_02
२४
For Private & Personal Use Only
www.jainelibrary.org