________________
જિનવર આગમ જલધિ અપાર, નાના વિધિ રયણે કરી સાર, સકલ સાધુ સુખકાર, જીવદયા લહરિ આધાર, બહુલ જૂગતમાં જલપૂર ઉદાર, જિહાં નવ તત્ત્વ વિચાર; જેહસ્ય વિલસે ત્રિપદી ગંગા, જસ તરંગ એ અંગ ઉવાંગા, સેવા જાસ વિભંગા, આલાપક મુગતાદ્ય ચંગા, જેહમાંહે સોહે અતિ બહુ ભંગા, નિત નિત નુતન રંગ. ૩ વાસુપૂજ્ય પદપંકજ પૂજે, જસ નામે સવિ સંકટ દૂજે, કામધેનું ઘર દૂજે, જાસુ સુદૃષ્ટિ જિન પડિબુઝે સકલ શાસ્ત્રના અરજ સૂઝે, કુમતિ મતિ પડિઝં; શ્રી વિજયસિંહ સૂરિ ચિત્ત આણિ, વિજયદેવ સુરિટે વખાણી, જગમાંહે જે જાણી; જાસ પસાઈ વિદ્યા લહે પ્રાણી, તે સરસતિ મુઝ દેજ્યો વાણી, વાચક જણ સુખખાંણી. ૪
૨૧૮
ગુર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org