________________
કુમતિ-લતા-ઉન્મૂલન (જિનબિંબ સ્થાપન) સ્તવન ભરતાદિકે ઉદ્ધારજ કીધો, શત્રુંજય મોઝાર,
સોના તણા જેણે ઘેરાં કરાવ્યાં, રત્ન તણા બિંબ થાપ્યાં; હો કુમતિ ! કાં પ્રતિમા ઉથાપી ? એ જિનવચને થાપી. હો કુમતિ. ૧
વીર પછે બસે નેવું વરસે, સંપ્રતિ રાય સુજાણ, સવા લાખ પ્રાસાદ કરાવ્યા, સવા ક્રોડ બિંબ થાપ્યાં. હો ર દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી, સૂત્રમાં સાખ ઠરાણી,
છઠે અંગે તે વીરે ભાખ્યું, ગણધર પૂરે સાખી. હો૦ ૩
સંવત નવસઁતાણું વરસે વિમલ મંત્રીશ્વર જેહ, આબુ તણાં જેણે દહેરાં કરાવ્યાં, બે હજાર બિંબ થાપ્યાં. હો. ૪ સંવત અગીઆર નવાણું વરસે, રાજા કુમારપાલ,
પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં, સાત હજાર બિબ થાપ્યાં. હો. ૫
સંવત બાર પંચાણું વરસે, વસ્તુપાલ તેજપાલ,
પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં, અગીઆર હજાર બિબ થાપ્યાં. હો ૬
સંવત બાર બાંહોંતેર વરસે, સંઘવી ધન્નો જેહ, રાણકપુર જેણે દેરાં કરાવ્યાં, ક્રોડ નવાણું દ્રવ્ય ખરચ્યાં. હો ૭ સંવત તેર એકોતેર વરસે, સમરોશા રંગ શેઠ,
ઉદ્ધાર પંદરમો શેત્રુંજે કીધો, અગીઆર લાખ દ્રવ્ય ખરચ્યાં. હો૦ ૮ સંવત સોલ છોતેર વરસે, બાદરશાને વારે,
ઉદ્ધાર સોલમો શેત્રુંજે કીધો, કરમાશાહે જશ લીધો. હો ૯
એ જિન પ્રતિમા જિનવર સરખી, પૂજો ત્રિવિધ તુંમે પ્રાણી, જિન પ્રતિમામાં સંદેહ ન રાખો, વાચક જશની વાણી હો૦ ૧૦
૧. છે. ૨. રાણકપુરજી. ૩. ધન. ૪. સમરો શારંગ. ૫, બોતેર. ૬. સદ્દહણા રાખો
૨૦૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org