________________
તુજ સરિખો સાહિબ શિર છતે જે મોહ કરે મુઝ જોર રે તે ન ઘટે રવિ ઉગે રહે જિમ અંધકાર ઘનઘોર રે. સુણ૦ ૨ અલવેસર વેષ રચી હું ઘણું નાચ્યો મોહને રાજ રે; હવે ચરણ શરણ તુજ મેં રહ્યા એ ભાવઠ ભવની ભાંજ રે સુણ ૩ હાલો પ્રભુ! અવિનય મોહનો મુજ ગાલો ભવની ભીત રે; મુજ હૃદય પખાલો ઉપશમ પાલો પ્રભુ અવિહડ પ્રીત રે સુણ ૪ નિગુણો પણ તુજ ગુણ સંગતે ગુણ પામું તે ઘટમાન રે, હુએ ચંદન પરસંગથી લિંબાદિક ચંદન માન રે. સુણ. ૫ નિગુણો પણ શરણે આવીયો ન વિછડી જે ગુણ-ગેઇ રે, નવિ છેડે લંછન હરણનું જૂઓ ચંદ અમીમય દેહ રે. સુણ૦ ૬ મન માંહિ વિમાસી શું રહ્યા હવે મહિર કરો મહારાજ રે ! સેવકનાં દુઃખ જ નવિ ટલે તો લાગે કોણને લાજ રે ? સુણ. ૭ તુજ આણથી હું પતિત છું પણ પતિતપાવન તુજ નામ રે, નિજ નામ ભણી મુજ તારતાં શું લાગે છે તુજ દામ રે ? સુણ૦ ૮ ચાખી તુજ સમકિત સુખડી નાઠી તેહથી ભૂખડી દૂર રે, જો પામું સમતા-સુરલતા તો એ ટલે મુજ મહિપુર રે. સુણ૦ ૯ તુજ અક્ષય સુખ જ રસવતી તેહનો લવ દીજે મુજ રે, ભૂખ્યાની ભાંજ ભુખડી શું અધિવું કહીએ તુજ રે સુણ ૧૦ આરાધ્યો કામિત પૂરવે ચિંતામણી પણ પાષાણ રે, ઈમ જાણી લેવક સુખ કરો પ્રભુ તમે છો ચતુર સુજાણ રે. સુણ૦ ૧૧
૧. કિમ ૨. માહરો ૩. સુખ છે શાશ્વતો.
१८८
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org