________________
રચનાની પોથી ક્યાંથી મળી છે તેની નોંધ તેઓએ એ પ્રથમાવૃત્તિમાં મૂકી. સંઘમાં એ આવૃત્તિ શાસ્ત્રપ્રેમી શાસનરાગી સંયમખપી જીવોમાં ખૂબ જ સન્માન પામી ઘણાં જીવોએ નિત્ય સ્વાધ્યાયનું સાધન બનાવ્યું. ઘણાં વર્ષોથી તે દુષ્પ્રાપ્ય કિંવા અપ્રાપ્ય બની ગઈ તેથી ઠેઠ વિ. સં. ૨૦૪૨માં મુનિરાજશ્રી કીર્તિયશવિજયજી મહારાજે તેનું પુનર્મુદ્રણ કરાવીને સુલભ કરી આપી.
મને આ ગ્રન્થનું ખૂબ જ આકર્ષણ હતું. વારંવાર તેને સ્વાધ્યાયના સાધન તરીકે ઉપયોગમાં લેતો. અને પાસે ને પાસે રાખતો હતો.
સારા રૂપરંગમાં નવી રચના મળે તો તે ઉમેરીને સંઘના કરકમલમાં મૂકવા ભાવના રહેતી હતી. તેમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિરના હસ્તલિખિત ગ્રન્થસંગ્રહમાંથી એક પોથી મળી. જે ઉપાધ્યાયજી મહારાજનાં જ પ્રાયઃસ્તવનો હતાં અને પોથી ક્યાંક ક્યાંક ઉંદરે કરડેલી હતી અને કોઈ શ્રુતાનુરાગી મહાશયે તેને કાળજીપૂર્વક સાંધી હતી. તેમાંથી અદ્યાવધિ પ્રાયઃ અપ્રકાશિત સ્તવનો મળ્યાં. તેથી ઉત્સાહ બેવડાયો.
તે સ્તવનો આ સંગ્રહની શોભારૂપ બન્યાં. વળી આની ઉપાદેયતામાં વધારો કરનારાં નીવડ્યાં. વળી અગીયાર ગણધર નમસ્કારનો ત્રુટિત પાઠ લા.દ. વિદ્યામંદિરની બીજી એક પોથીમાંથી પૂર્ણ મલ્યો છે. જે અહીં આપ્યો છે.
જૂની આવૃત્તિની રચનાઓનો ક્રમ બદલ્યો છે. અત્રતત્ર ફેરફાર, શુદ્ધિ-વૃદ્ધિ જે કાંઈ શક્ય બન્યાં તે શુભ વૃત્તિથી કર્યાં છે, હજી આમાં ક્ષતિની સંભાવના છે તે નકારી
ન શકાય.
Jain Education International 2010_02
९
For Private & Personal Use Only
www.jainelibrary.org