________________
હૈયાનો હાર બનાવી દેશો
આ ચોવીસ સ્તવનો અદ્ભુત છે. પ્રભુની સાથે આત્માને એકમેક બનાવવા માટે એ ર૪ સ્તવનો કરતાં બીજી કોઈ ચીજ વધારે સહેલી હજુ સુધી મારા અનુભવવામાં આવી નથી. એ નાનકડા સ્તવનોનો એક એક અક્ષર અર્થ-ગાંભીર્યથી ભરેલો છે. શાસ્ત્રોનો અધિક બોધ થયા પછી જ તેની અર્થ-ગંભીરતાનો ખરો ખ્યાલ આવે છે. બીજા સ્તવનો મોઢે થાય કે ન થાય, તેની ફિકર નહિ પણ આ ચોવીસને તો કદી ભુલાય નહિ, એવી મારી ફરી ફરીને ભલામણ છે. એમાં જે છે તે પ્રાયઃ ભાષામાં બીજે મળવાનું નથી. એનું એકેક પદ સેંકડો વાર બોલશો તોપણ નવો નવો ભાવ ઝર્યા જ કરશે. એવું પ્રાયઃ બીજી કૃતિઓમાં ઓછું જ બને છે, માટે તેને હૈયાનો બાર બનાવી દેશો.
– પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ વિ. સં. ૧૯૯૮ – પ્રદ્યતનવિજયજી
ઉપરના પત્રમાંથી)
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org