SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ફાગ બ્રહ્મરૂપ નિરૂપાધિક, આત્મજ્ઞાન તે યોગ, ઇન્દ્રજાલ સમ સઘલા, પુદ્ગલના સંયોગ; ઉપાદાન પુદ્ગલથી, પુદ્ગલ ઉપચય હોઈ, કર્તા નહિ તિહાં આતમા, નિશ્ચય સાખી સોઈ. ૨૪ દુહા એક અધ્યાત્મ તે મોક્ષ પંથ, એહમાં જે રહ્યા તે નિર્ગથ; એહ અંતકરણે હોઈ શુદ્ધિ બીજે, વિહિત કિરિયા તે તસ હેતિ કીજે. ૨૫ ફાગ નય દોઈ યુક્તિ જોતાં, કિરિયા જ્ઞાનની વ્યક્તિ, સાધન ફલતાં દોઈમાં, દો સાધન શક્તિ; આણા વિણા આચાર માંહિ, આણે અનાચાર, જંબૂ પ્રતે ઈમ સોહમ, કહે અંગ આચાર, ૨૬ દુહા જ્ઞાન કિરિયા તણા ઈમ અભ્યાસી, હુઈ ચિદાન લીલા વિલાસી; સ્થાન વર્ષાર્થ આલમ્બ અન્ય, યોગ પાંચે હુઆ જંબૂ ધન્ય. ૨૭ વેલિ ઇચ્છા પ્રવૃત્તિ ને થિર વલી, સિદ્ધિ એ ભેદ છે ચાર, પ્રીતિ ભક્તિ ને વચન અસંગ તિહાં સુવિચાર; સકલ યોગ એ સેવી પામી કેવલ-નાણ, મુગતે પુછતા તેહનું, નામ જપે સુવિહાણ. ૨૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy