SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસિદ્ધ થયાં. આ ઉપરાંત પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી દ્વારા ઉપાધ્યાયજીની સત્ત્વશીલ કૃતિઓમાંથી કેટલીક, દા.ત. “સમ્યક્ત જસ્થાન ચઉપધ” “ગૂર્જર સાહિત્યસંગ્રહ’, ‘૩૫) ગાથાનું સ્તવન વગેરે કૃતિઓ વિદ્વાનોની મદદથી વર્તમાન સમયમાં નવા રંગરૂપ સાથે પ્રકાશિત થઈ. ઇ.સ. ૧૯૯૮માં પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ “જ્ઞાનસારનું કામ મને સોંપ્યું ત્યારે મેં મારી મર્યાદાઓ જણાવી. છતાં તેઓએ જણાવ્યું કે “કામ તો શરૂ કરો, ધીમે ધીમે, આગળ વધાશે.' કામ તો સ્વીકાર્યું પણ ગૃહસ્થજીવનની ફરજો, સમયની મર્યાદા, સંસ્કૃત ભાષાની મારી મર્યાદા વગેરેને કારણે કામ લંબાતું ગયું. આજે “જ્ઞાનસાર” સ્વપજ્ઞ બાલાવબોધ (કર્તાએ પોતે જ લખેલ ટીકા) સાથે પ્રકાશિત થાય છે ત્યારે આ કાર્ય અનેક સંતો, સ્નેહીઓ, સ્વજનોના સહકારથી જ સંપન્ન થઈ શક્યું છે તે સ્વીકારી તેઓ સર્વ પ્રત્યે ઋણની લાગણી વ્યક્ત કરું છું. “જ્ઞાનસાર' અને તેના બાલાવબોધના રચયિતા મનીષી ઉપાધ્યાયજીને કોટી કોટી વંદન. આપણા સાહિત્યને લિપિબદ્ધ કરનાર લહિયાઓ અને આપણા શ્રુતને ખૂબ ચીવટપૂર્વક સંભાળનાર જ્ઞાનભંડારના પદાધિકારીઓના પણ આપણે ખૂબ આભારી છીએ કે જેથી આપણા સુધી આ સાહિત્ય જળવાઈ રહ્યું છે. પંડિત ભગવાનદાસ હરખચંદે “જ્ઞાનસાર' (વિ.સં.૨૦૦૭, દ્વિતીય આવૃત્તિ, પ્રકાશક, શ્રી જૈન પ્રાપ્ય વિદ્યાભવન, અમદાવાદ)ના સ્વપજ્ઞ ટબાને સૌ પ્રથમ પ્રકાશિત કર્યો, જેમાં તેઓએ વર્તમાન ગુજરાતી ભાષાનો ઉપયોગ કર્યો છે. આ પુસ્તકનો મેં વ્યાપક ઉપયોગ કર્યો છે, તેની સાભાર નોંધ લઉં છું. આ કામ મને સોંપવાથી માંડીને પ્રકાશિત થાય ત્યાં સુધી મને સતત મદદરૂપ થનાર પ. પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીનો આભાર ક્યા શબ્દોમાં માનવો? મને જે જે બાબતો સમજાઈ ન હોય તેવી અનેક બાબતો તેમને પૂછતાં તેના જે જવાબો મળતા ગયા તેનું પરિણામ આ પુસ્તકમાં પરિશિષ્ટ રૂપે છપાયેલ કેટલુંક વિશેષમાં જોઇ શકાય છે. જ્ઞાનને કોઇ સીમા નથી અને સ્વાધ્યાયરૂપે, પ્રશ્ન-પરિપ્રશ્નરૂપે, સત્સગરૂપે તેનું સાંનિધ્ય સેવવામાં આવે ત્યારે અનુભવીઓ પાસેથી જીવનને સમજવાના આધ્યાત્મિક આયામો પ્રાપ્ત થાય છે. આગમગ્રંથો, વિશાળ જૈન સાહિત્ય, ઉપાધ્યાયજી મહારાજની કૃતિઓ, જૈનેતર સાહિત્ય તથા અનેક સાહિત્યકારોના સતત સંપર્કને કારણે વિશિષ્ટ દૃષ્ટિ ધરાવતા પ. પૂ. આ. ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ “જ્ઞાનસાર'ના શ્લોકોના મર્મને પામવામાં મને ખૂબ ઉપકૃત કરી છે. “ગીતા'ની જેમ “જ્ઞાનસાર” પણ નિત્ય નવીન જણાય તેવી સત્ત્વશીલ કૃતિ છે. આપણને જે અર્થ સમજાય છે તે આપણા ક્ષયોપશમ પ્રમાણે અને આપણી અવસ્થા પ્રમાણે. એકની એક રચનાને અવારનવાર વાંચતાં વાંચતાં ક્યારેક નવા અર્થઉન્મેષો પણ આપણને પ્રાપ્ત થતા જાય છે. પૂ. ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રવિજયજીએ હસ્તપ્રતોના શબ્દોના મરોડ ઉકેલવામાં મને ઘણી સમજણ આપી. ઉપરાંત તેઓ આ બધું જ લખાણ જોઈ ગયા અને ઘણાં ઉપયોગી સૂચનો મને કર્યા તે બદલ તેમની પણ હું અત્યંત ઋણી છું. મારા ભાઈ શ્રી નીતીનભાઈ દેસાઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy