________________
જેનું માત્ર સેવન કરવાનું છે તેનું પીંજણ અર્થ વિનાનું છે.
કોઈ એક શ્લોક લેવાનો, તેના શબ્દોની પાછળ રહેલા અર્થને, તેમાં છુપાયેલા તાત્પર્યને અને અંતતોગત્વા સમગ્ર શ્લોકના એદંપર્યાર્થિને બુદ્ધિસાત્ કરીને પછી આત્મસાત્ કરવો તે જરૂરી છે. જેમ કે :
भस्मना केशलोचेन वपुर्धतमलेन वा ।
महांतं बाह्यदृग् वेत्ति चित्साम्राज्येन तत्त्ववित् ।। १९/७ ।। હવે શ્લોકમાં બાહ્યદમ્ અને તત્ત્વવિદ્ શબ્દો મહત્ત્વના છે. તેના અર્થને, તાત્પર્યને સમજીને આપણે બેમાંથી શેમાં આવીએ, શેમાં આવવું જોઈએ આ બધી વિચારણા કરવી જરૂરી છે. વિદ્ સામ્રાચ એ શું વસ્તુ છે, તેને મહાન્ ગણવાના છે. તો નિશ્ચયનયની દૃષ્ટિ ધ્યેય રૂપે હોય તો સાધુતાના આચારો કલ્યાણકારી બની રહે. આ તો મારી દૃષ્ટિએ દિપ્રદર્શન કર્યું. સૌ સૌના ક્ષયોપશમ મુજબ વિચારીને તત્ત્વલાભ મેળવી શકે.
માલતીબહેનના આ સંપાદનને આવકારતાં હું આનંદ અનુભવું છું.
અલબત્ત આવા પ્રયત્નો શ્રીસંઘમાં એકથી વધારે થયા છે અને થાય છે અને થતા રહેશે. છતાં આ સંપાદનનું પણ એક નિજી મૂલ્ય છે.
શ્રી માલતીબહેન એક સંસારી વ્યક્તિ છે. સંસારની જવાબદારી નિભાવતાં નિભાવતાં આવા અધ્યાત્મના ક્ષેત્રના ગ્રન્થ ઉપર મહાનિબંધ (Ph.D) લખવો, તેના બાલાવબોધને અનુસરતું સંપાદન કરવું–ખૂબ ધીરજ માંગી લે તેવું કામ તેમણે પાર પાડ્યું છે.
એક ગૃહસ્થ બહેન આવું વિદ્યાનું કામ કરે તેની પાછળ તેમના ઘરના સભ્યો આ વાતે રાજી છે અને કામ કરવાનું બળ તેમના પિતાજી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈની સતત વિદ્યાની ઉપાસના છે. તે તેમણે નજદીકથી જોઈ છે. એ સંસ્કાર પણ કામ કરે છે. વળી તેઓ ઉત્તમનાં અનુરાગી છે. તેથી આવા સર્વોત્તમ ગ્રન્થને મહાનિબંધરૂપે પસંદ કર્યો. તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. જેઠની પૂનમ
શ્રી નેમિ-અમૃત-દેવ૨૦૧૩
હેમચન્દ્રસૂરિશિષ્ય શાન્તાક્રુઝ જૈન ઉપાશ્રય, મુંબઈ-૫૪
પ્રદ્યુમ્નસૂરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org