SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્યું છે. એક ત્રીજું સમકાલીન નામ ઋદ્ધિવિમલજીનું છે. આમ તો આપણે ત્યાં આ નામ બહુ જાણીતું નથી પણ તેઓના શિષ્યના શિષ્ય વિબુધવિમલજીના નામથી આપણે સુપરિચિત છીએ. દર વખતે પર્યુષણમાં “સુણજો સાજન સંત પજુસુણ આવ્યાં રે, તમે પુણ્ય કરો પુણ્યવંત ભવિક મન ભાવ્યાં રે” એ સ્તવન આપણે સાંભળીએ છીએ. એ સ્તવન આ વિબુધવિમળાજીનું છે. એ વિબુધવિમળાજીના ગુરુના ગુરુ તે શ્રી ઋદ્ધિવિમળજી. તેઓ આચાર્યશ્રી આનંદવિમળસૂરિજીની પરંપરાના છે. આચાર્ય આનંદવિમળસૂરિજીએ ક્રિયોદ્ધાર કર્યો હતો ત્યારે તેમના શિષ્યોના બે ભાગ પડ્યા. કેટલાકે આચાર્યશ્રીની સાથેજ ક્રિયોદ્ધાર કર્યો અને કેટલાકે ન કર્યો. ક્રિયોદ્ધાર એટલે શ્રમણજીવનમાં આવી ગયેલી શિથિલતાને ખંખેરીને શક્ય તેટલું વધુ શાસ્ત્રાનુસારી જીવન જીવવાનો સંકલ્પ કરવો તે. અને આવું શુભ કાર્ય વખતે વખતે થતું રહ્યું છે. તેથી જ તો પ્રભુનો માર્ગ આપણા સુધી આવ્યો છે. આ દ્ધિવિમળજીને ક્રિયોદ્ધાર કરવામાં પ્રેરણા – સહાય ઉપાધ્યાયજી મહારાજે કરી હતી અને તેનો ઉલ્લેખ પણ મળે છે એટલે આમ તો ઉપાધ્યાયજીના સમકાલીનોમાં તેના વિચારો સમજનારો વર્ગ હતો જ. તેઓશ્રીના સમકાલીનોમાં તેમના પ્રત્યે અહોભાવપૂર્વકનો પૂજ્યભાવ રાખનાર એક હતા શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજ; તેઓશ્રીનું આચાર્યપદ પહેલાનું નામ હતું નવિમલજી. તેમણે સ્તવનોની રચના પાર વિનાની કરી છે. તેમના બાલાવબોધ પણ ઘણાં મળે છે. એક બાલાવબોધ તો રાંદેરના શ્રાવક શ્રી નેમિદાસ રચિત પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાળા ઉપરનો છે તે તેમની શ્રુતભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના ૩૫૦ ગાથાના સ્તવન ઉપર પણ તેમનો બાલાવબોધ મળે છે. ઉપાધ્યાયજી મહારાજ કૃત દ્વાત્રિશદ્રદ્ધાત્રિશિકા મૂલની પ્રત આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજે સંપૂર્ણ લખી. અને પુષ્યિકામાં અંતે : : : માં રે છે. ' જ કરી શકો . . . # # # # 2 ક છે અને : છે તે છે ? A જી૨ હરિ રીe ? - . હય છે ; , ૩૩ ૩૪ ૧૦૪ • યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy