SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ખોટું બોલે છે. જે માટઇં તે મુનિ શુભ મતિને ઇચ્છે છે - વાંછે છે. એતલે ઉત્તરોત્તર શુભ અધ્યવસાય રાખનારા છઇં. ઇતિભાવઃ. તે એહવા મુનિ અંતરાયથી બીહે છે. જે કોઇને અંતરાય પાડીસ્યું તો પોતાને અંતરાયકર્મ બંધાસ્યું. તે ભિક્ષા કિમ ભાંજે ઇતિ ભાવઃ ૭૪ [૪-૧૭] સુ॰ કોઇક વળી અહીં જુદી જ વાત કરે છે. ‘અમે દેશનાની ના કહીએ છીએ તેનો આશય એ છે કે એથી અમારી ભિક્ષા ભાંગે છે. આવો માર્ગ પ્રરૂપતાં અમને કોઇ ભિક્ષા જ ન આપે. આ બીકે અમે ના કહીએ છીએ.' આ પણ ખોટું છે. મુનિ તો ઉત્તરોત્તર શુભ અધ્યવસાય રાખનારા છે. મુનિરાજ તો અંતરાયથી, અંતરાયકર્મ બંધાયાથી ડરે. તો કોઇની ભિક્ષા કેમ ભાંગે ? જે જન છે અતિ પરિણામી, વળી જેહ નહીં પરિણામી, તેહને નિતે સમજાવે, ગુરુ કલ્ય વચન મન ભાવે. ૭૫ [૪-૧૮] જે લોક અતિપરિણામી છે ક0 એક નિશ્ચયમાર્ગ જ આદર્યો છે, જે માટે પોતે જ આગલિ કહેસ્યું. ‘ભેદ લવ જાણતાં કેઇ મારગ તજે, હોય અતિપરિણતિ પરસમય થિતી ભજઈ’. વલી કેતલાઇક લોક નહીં પરિણામી ક૦ કૈવલ વ્યવહાર જ આદરે છે. ક્રિયાવ્યવહારમાં રાતા, પણિ નિશ્ચયમાર્ગ જાણતા જ નથી. જે માટે પોતે જ આગલ કહેસ્યું. - કેઇ વિ ભેદ જાણે અપરિણતમતી, શુદ્ધનય અતિહિં ગંભીર છે તે વતી.’ એ વચનથી તો ઇમ જાણીઇં છીઇ જે અતિપરિણતી તે નિશ્ચયવાદી અને અપરિણતી તે વ્યવહારવાદી. તથા ‘વિશેષાવશ્યક’ મધ્યે તો ઇમ વૃત્તિકા૨ે લિખ્યું છે. – 'इह शिष्यास्त्रिविधास्तद्यथा - अपरिणामाः अतिपरिणामाः परिणामाश्चेति, तत्राऽविपुलमतयो ऽगीतार्था अपरिणतजिनमतरहस्या: अपरिणामाः, अतिव्यासापवाददृष्टयोऽतिपरिणामाः, सम्यक् परिणतजिनवचनास्तु પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Jain Education International For Private & Personal Use Only ૫૧ www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy