________________
વલી ગુરુકુલવાસી હોય, જે માટે ગુરુકુલવાસી હોય તે સંપ્રદાય શુદ્ધ જાણે. તિવારે યથાર્થ જોડાય. એહવા પુરુષને જોડવું તે યુક્ત ક0 ઘટમાન છે, એહમાં કોય ખોડિ નથી. એટલે પાણી નથી. ૭૦ [૪-૧૩].
સુ0 નવી રચના કરનાર ગ્રંથકાર જો પૂર્વે થયેલા ગીતાર્થનું બહુમાન કરે, એમની આગળ નમ્રતા સેવે, તેમનું વચન ખંડિત ન કરે, શક્તિની મર્યાદામાં ગ્રંથ-આયોજન કરે, એનું જૈન માર્ગનું જ્ઞાન નિર્મળ હોય અને વળી ગુરુકુલવાસી હોય અને રચના કરે તો તે યોગ્ય છે. એમાં કોઈ દોષ નથી. ઈમ કૃતનો નહીં ઉચ્છદ, એ તો એક દેશનો ભેદ, એ અર્થ સુણી ઉલ્લાસે ભવિ વરતે શ્રુત અભ્યાર્સ. ૭૧ [૪-૧૪]
બાળ ઇમ નવિ જોડિ કરતાં શ્રતનો ઉચ્છેદ નથી થાતો. એટલે શ્રતવિવૃિદ્ધિ થાય છે. એ તો એક દેશના ભેદ ક0 એક દેશે ભેદ છે, એતલે ગ્રંથ નામે ભેદ છે, પણ આત્યંતિક ભેદ નથી. વલી એ અર્થ સુણી ઉલ્લાસે ક0 એ ગ્રંથના અર્થ જે ભાવ તે હર્ષે સાંભલીને ભવ્ય પ્રાણી શ્રુતજ્ઞાન ભણવાના અભ્યાસમાં વરતે. જે માટે ઈમ ઉપજે જે આ ગ્રંથમાં આટલી વાત કહી છે, તો સિદ્ધાંતમાં તો ઘણા સૂક્ષ્મ ભાવ કહ્યા હસ્તે. તે સારુ ભણવાનો અભ્યાસ કરે તે માટે નવી જોડી તે સિદ્ધાંતની વૃદ્ધિ કરે છે, પણ ઉચ્છેદ નથી કરતી. ઇતિ ભાવ. ૭૧ [૪-૧૪].
સુ0 આમ નવી રચના કરતાં શ્રુતનો ઉચ્છેદ નથી, બલ્ક શ્રતની વૃદ્ધિ છે. એમાં ગ્રંથનામનો ભેદ છે, આત્યંતિક ભેદ નથી. વળી આવા ગ્રંથના અર્થ-ભાવો હર્ષોલ્લાસપૂર્વક સાંભળીને વ્યક્તિ શ્રુતાભ્યાસમાં પ્રવર્તે. ભણનારને એમ થાય કે આ ગ્રંથમાં જ જો આટલી વાતો કહી છે તો મૂળ સિદ્ધાંતમાં કેવા કેવા સૂક્ષ્મ ભાવો કહ્યા હશે ! ઈહાં દૂષણ એક કહાય, જે ખલને પીડા થાય, તો પણ એ નવી છોડીજે જો સજ્જનને સુખ દીજે ૭૨ [૪-૧૫]
બાળ ઈહાં એક દૂષણ કહેવાય છઇં. જે ખલ લોક હોય તેહને પીડા થાય. ચા માટે? જે પંડિત લોક ગ્રંથ કરે છે તેથી પંડિતોનો યશવાદ બોલાય
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org