________________
બા, દુષ્ટ આલંબન ક0 દૂષણ સહિત જે સાધન અપવાદે હોય તે જે કોઈ ચિત્તમાં ધરે પણ ભગ્નપરિણામી ક૨ સંયમક્રિયાથી પરિણામ ભાંગા છે જેહના એહવા જે લિંગી હોય તે “આવશ્યક’ને વિષે ભાખ્યા ક0 કહ્યા છે. હું કહ્યું છે તે કહે છે. મુનિ નામી ક0 મુનિ નામના ધણી એતલે મુનીશ્વર હોય તે તે લિંગીને ત્યજે – છાંડે. ૪૪ [૩૨] - સુ0 ચિત્તમાં ખોટાં – દૂષિત આલંબનો ધારણ કરે તે ભગ્નપરિણામી છે. “આવશ્યક”માં એમને નામના જ મુનિ કહ્યા છે. મુનીશ્વર હોય તે આવા લિંગને ત્યજે. નિયતવાસ વિહાર ચેઈય, ભક્તિનો ધંધો. મૂઢ અજજાલાભ થાપે, વિગય પડિબંધો. દેવ૮ ૪૫ [૩-૩
બાળ હવે દુષ્ટ આલંબન દેખાડવા માટે દ્વાર બાંધે છે. નિયતવાસ વિહાર ક0 નિત્યવાસે વિચરવું એતલે નિત્યવાકલ્પ. ઇતિ ભાવ:. એક સ્થાનકે રહેવું એમ કેઈક થાપે છે – ૧. ચેઇય ભક્તિનો ધંધો ક0 ચૈત્ય જે દેહરું તથા જિનપ્રતિમા તેહનો ધંધો, જે કાર્યવ્યગ્રતા તે સાધુને કરવો એતલે જિનપૂજાદિક કરવાં. ઇતિ ભાવઃ - ૨. વલી મૂઢ ક0 મૂર્ખ અજ્જાલાભ થાપે ક0 આર્યાનો લાભ થાપે છછે. એટલે સાધવી વહોરી લાવે તે સાધૂને ખપે ઇમ થાપે છે - ૩. વિગય જે દૂધદહીં પ્રમુખ તે વિગયને વિષે પડિબંધો ક0 પ્રતિબંધ = આસંગ એતલે વિયના લોલપી ઈમ કહે છે જે વિગય ખાતાં દોષ નથી - ૪.
યતઃ – [‘આવશ્યકેઆ.નિ.,ગા.૧૧૮] 'नीयावासविहारं चेइयभत्तिं च अज्जियालाभं । વિશુ જ દિવંઇ વિઠ્ઠોસ વોરયા વિંતિ. / ? / ૪૫ [૩-૩]
સુરુ કેવાં કેવા દૂષિત આલંબનો લેવાય છે ! કોઈ એક સ્થાનકે નિયતવાસ સ્થાપે છે. કોઈ વળી સાધુએ જિનપૂજાદિક કરવાં જોઈએ એમ ચૈત્યવાસીપણું દર્શાવે છે. કોઈ વળી સાધ્વીનો વહોરી આણેલો આહાર ખપે એમ કહે છે તો ચોથો વળી વિગય (દૂધ, દહીં વ.) ખાતાં દોષ નથી એમ કહે છે.
૩૨
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org