________________
ભગવતીસૂત્રમાં ઈમ તિવારે ઈમ ઠર્યું જે મૂલગુણના પ્રતિસેવી થાય તીહાં લગઇ ચારિત્રિયા કહ્યા. તે માટે અહ્મને દોષ લાગતાં પણિ અમ્હારું ચારિત્ર કોઇ જાતું નથી. માટે અંત વાત નવી લેવી. ઝાઝું અ૭ને બોલાવી અંત સ્યુ લ્યો છો ? ન લ્યો. ઈતિ ભાવ: ઈતિ શિષ્યવચનં. ૩૫ [૨-૧૧]
સુ0 ગ્રંથકારે ગુણવંત સાધુને જ આદરવાની વાત કરી ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે. બકુશ-ચારિત્રી અને કુશીલ-ચારિત્રીને “મૂલ-ઉત્તર ગુણના પ્રતીસેવી' કહ્યા છે. પણ બકુશ-ચારિત્રી ઉત્તરગુણના પ્રતિસેવી છે, અને કુશીલ ચારિત્રી મૂલત્તરગુણના પ્રતિસવી છે. જોકે અહી “ મૂલ-ઉત્તરગુણના પ્રતિસેવી' એમ સામાન્યપણે કહ્યું છે. પણ અર્થ તો પૂર્વોક્ત રીતે કરવાનો છે. “ભગવતી સૂત્રમાં જણાવ્યા પ્રમાણે મૂલગુણના પ્રતિસેવી થાય ત્યાં લગી ચારિત્રી કહેવાય. માટે દોષ લાગવા છતાં અમારું ચારિત્ર જતું નથી માટે આવી વાતનો બહુ અંત લેવા જેવો નથી.” તે મિથ્યા નિ:કારણ સેવા, ચરણાતિની ભાખી રે, મુનિને તેહને સંભવમાત્ર સત્તમઠાણું સાખી રે. શ્રી સી૩૬ [૨-૧૨]
બાહવે ગુરુ ઉત્તર દિઈ છઇ. તે મિથ્યા ક0 ઇમ ભગવતી સૂત્ર'ની સાખી દઈને જિમ તિમ પ્રતિસેવાવાલાનઇં ચારિત્ર ઠરાવે છે. પિણ મિથ્યાખોટું કહે છે જે કારણે નિઃકારણ સેવા ક0 કારણ વિના જે પ્રતિસેવા તે અપવાદ મુખ્ય કર્યો. અને અપવાદ મુખ્ય કરીને પ્રતિસેવા કરે તો તે પ્રતિસેવા ચરણઘાતિની ક0 ચારિત્રનું ઘાતની કરનારી કહી છે – ભાખી છે. યત: –
'संथरणमि असुद्धं दोण्ह वि गिण्हत दितगाणहियं । आउरदिट्ठतेणं, तं चेव हिअं असंथरणे ॥ १ ॥
– ઇતિ “બૃહત્કલ્પભાણે.” [ગા.૧૬૦૮] તે પ્રતિસેવા મુનિને તેહને ક0 તે મુનિને સંભવમાત્રમાં ક0 લાગવા રૂપ સંભવ પણ ઉપયોગપૂર્વક પ્રતિસેવા ન કરે. કદાચિત્ ઉપયોગપૂર્વક કરે તોહિ અપવાદું કરે, પણ ઉત્સર્ગે નહીં. એ પણ સંભવ જ કહીશું. તીહાં સત્તમઠાણું સાખી ક0 ઠાણનામા પ્રકરણમાં સાતમે ઠાણે કહ્યું છે તે ઠાણા પ્રકરણ હસ્તપ્રાપ્ત થયું નથી. પણ અહારા ગુરુ વચનં જાણું છું જે ઠાણા
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org