________________
વાતો કરે, કે અન્યદર્શનની સ્થિતિ પર પહોચે. આવા એકાંતિક નિશ્ચયનયવાદીઓ પરદની છે. તેહ કારણ થકી સર્વ નય નવિ કહ્યા, કાલિક શ્રુત માંહિ તીન પ્રાઈ લક્ષ્યા; દેખી “આવશ્યકે” શુદ્ધ નય કુરિ ભણી, જાણીઈ ઊલટી રીતિ બોટિક તણી. ૩૩૧ [૧૬-૧૬]
બા, તેહ કારણ થકી ક0 નિશ્ચય પરિણામી એકલી પરિણામની વાતો કરીને મારગ ઉપાડી નાખસ્યું એવું જાણીને સર્વ નય ક0 નૈગમ ૧, સંગ્રહ ૨, વ્યવહાર ૩, ઋજુ સૂત્ર ૪, શબ્દ ૫, સમભિરૂઢ ૬, એવંભૂત ૭ ઇત્યાદિક સર્વ નય નથી કહ્યા. કિહાં નથી કહ્યા તે કહે છે. કાલિક શ્રુત માંહિ % આચારાંગાદિક કાલિક શ્રુતને વિષે તીન પ્રાણી લહ્યા ક0 પ્રાઈ બહુલતાઈ ત્રણે નૈગમ ૧, સંગ્રહ ૨, વ્યવહાર ૩ એ ત્રણ લહ્યા છે એ વાત ગ્રંથકાર શિષ્યને કહે છે. જે દેખી આવશ્યકે ક0, આવશ્યક નિર્યુકિતમાં દેખજો , એટલે કાલિક શ્રુતમાં પ્રાઈ તીન નય કહ્યા છે, ઈમ આવશ્યક નિર્યુક્તિ [ગા. ૭૬૦] માં કહ્યું છે યતઃ -
'एएहिं दिठिवाए, परूवणा सुत्तअत्थकहणाए । इह पुण अणब्भुवगमो, अहिगारो तीहि ओसन्नं.' ॥१॥ 'पायं संववहारो, ववहारं तेहिं तिहिं उ जं लोए । તે પરિક્રમ્મણત્વ, તિરસુરે તદિરો.” અરા
ઇત્યાવશ્યક [વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૨૨૭૫-૭૬] એ રીતિ તો શ્વેતાંબર પક્ષે છે જે પૂર્વે વ્યવહાર સમજાવીને પછે નિશ્ચય વાત સમઝાવે. ઇતિ તથા હવે દિગંબરની પ્રક્રિયા દૂષવે છે જે શુદ્ધ નય ધુરિ ભણી ક0 નિશ્ચયનય ધુરિ છે તે ભણી ક0 તે માટે, બોટિક ક0 દિગંબરની રીતિ તે ઊલટી ક0 વિપરીત રીતિ જાણી છે. જે માટે આગલીલિjથી નિશ્ચયનય સમઝાવે એતલે વ્યવહારમાં દષ્ટિ ઠરઈ નહીં, માટે વિપરીત. ઇતિ ભાવ. ૩૩૧ [૧૬-૧૬]
સુ, આ કારણે, નિશ્ચય પરિણામી એકલા પરિણામની વાતો કરીને માર્ગ ઉખાડી નાખશે એમ જાણીને “આચારાંગ’ આદિ કાલિક શ્રુતમાં
પં. પદ્મવિજયજી કૃત બાલાવબોધ
૨૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org