________________
જે પ્રાણીને સંયમ-ક્રિયા રૂપ, શુદ્ધ વ્યવહાર હૈયામાં રમતો હોય તેને જ શુદ્ધ નયનું ધ્યાન નિરંતર પરિણમે. તેને માટે આ દૃષ્ટાંત છે : જેમ મલિન વસ્ત્રને કંકુનો રંગ ન લાગે તેમ હીન વ્યવહાર આચરનારના ચિત્તને વિશે ગુણ ન હોય. એટલે વ્યવહાર વિના નિશ્ચય પરિણમે નહીં.
જેહ વ્યવહાર સેઢી પ્રથમ છાંડતા,
એક એ આદરે આપ મત માંડતા;
તાસ ઉતાવલે નવિ ટલે આપદા, ક્ષુષિત ઇચ્છાઈ ઉંબર ન પાર્ચે કદા. ૩૨૮ [૧૬-૧૩]
બાળ જેહ પ્રાણી વ્યવહાર સેઢી ક0 વ્યવહાર શ્રેણિ જે અનુક્રમ તે તો પ્રથમ છાંડે છે તથા એક આદરે ક0 એકલો નિશ્ચયનય આદરે છે. આપ મત માંડતા ક૦ પોતાનો મત દઢ કરતા. એક ભસ્થિતિ ઉપરિ દૃઢ થયા છે, પણ ઉદ્યમ નથી કરતા પણિ તેહની ઉતાવલે આપદા ટલે નહીં એતલે એકલો નિશ્ચય પોકારે થકે આપદા જે સંસારપરિભ્રમણ તે ન ટલે. જિમ ક્ષુધિત ક૦ ભૂખ્યાની ઇચ્છાઈં ઉંબરનાં ફલ કદાપિ ન પાર્ક, એતલે ઉંબર ફલ જલસેકાદિક ક્રિયાઇ પાકે પણિ ઇચ્છા માત્રે ન પાકે. ઇતિ ભાવ. ૩૨૮ [૧૬-૧૩]
સુ૦ જે પ્રાણી વ્યવહારશ્રેણીનો ક્રમ છાંડીને એકલો નિશ્ચય નય આદરે છે, પોતાનો મત એક ભવસ્થિતિ ઉપર દૃઢ કરે છે, પણ કશો ઉદ્યમ કરતા નથી તેની આપદા (ભવસંકટ) ઉતાવળે ટળે નહીં. કેવળ નિશ્ચયનય પોકાર્યોથી ભવભ્રમણ ટળે નહીં, જેમ ભૂખ્યાની ઇચ્છા માત્રથી ઉંબર ફળ પાકે નહીં, એને માટે તો જલસિંચન જેવી ક્રિયા જરૂરી બને. ભાવ લવ જેહ વ્યવહાર ગુણથી ભલે,
શુદ્ધ નય ભાવના તેહથી નવિ ચલે;
શુદ્ધ વ્યવહાર ગુરુયોગ પરિણતપણું, તેહ વિષ્ણુ શુદ્ધ નયમાં નહીં તે ઘણું. ૩૨૯ [૧૬-૧૪]
બાળ ભાવ લવ ક૦ રૂડા અધ્યવસાયનો લવ, જે અંશ તે પણિ વ્યવહાર-ગુણથી ભલે ક૦ વ્યવહાર પડિનાલિકા ગુણે ભલતો હોય એતલે વ્યવહાર સહિત હોય તો શુદ્ધ નય ભાવના ક૦ શુભ અધ્યવસાયની જે ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૨૩૪
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org