________________
મમકાર હોય. ઇતિ ભાવ. શુદ્ધ નય તે દહે ક૦ તે રાગદ્વેષને શુદ્ધ નય જે આત્મતત્ત્વ ચિંતનરૂપ ધ્યાન તે દહે, બાળે. દહન જિમ ઇંધનં ક0 જિમ અગનિ ઇંધણાંને બાળે તિમ બાળે એતલે શુદ્ધ ધ્યાનથી રાગદ્વેષ બળી ભસ્મ થાય. શુદ્ધ નય ક૦ નિશ્ચયનય, તે મોક્ષમારગની દીવી છે. મોક્ષમારગ ભણી ગમન કરતાં અજુઆલું કરે. શુદ્ધ નય તેહજ સાધુને, આપણી ક૦ પોતાની, આર્થિ ક૦ સંપદા છે. યતઃ
'दीपिका खल्वनिर्वाणा, निर्वाणपथदर्शनीन । शुद्धात्मचेतना या च साधूनामक्षयो निधि : '॥१॥ ઇતિ યોગનિર્ણયે.[૪/૪૦] ૩૨૫ [૧૬-૧૦]
સુ માન અને મમત્વનું મૂળ રાગદ્વેષ છે. આવા રાગદ્વેષને આત્મતત્ત્વના ચિંતનરૂપ ધ્યાન જ બાળી શકે, જેમ અગ્નિ ઇંધણને બાળે. એટલેકે શુદ્ધ ધ્યાનથી રાગદ્વેષ ભસ્મ થાય. શુદ્ધ નય નિશ્ચયનય મોક્ષમાર્ગની દીપિકા છે જે એ માર્ગને અજવાળે છે. સાધુને માટે શુદ્ધ નય જ સાચી સંપદા છે.
સકલ ગણિપિટકનું સાર જેણે લહ્યું, તેહને પિણ પરમ સાર એહ જ કહ્યું; ‘ઓઘનિયુક્તિ’માં એહ વિણ નવિ મિટે, દુઃખ સવિ વચન એ પ્રથમ અંગે ઘટે. ૩૨૬ [ ૧૬-૧૧]
બાળ સકલ કO સમગ્ર, એહવું જે ગણિપિટક ક૦ ગણિ જે આચાર્ય તેહને ગુણરૂપ રત્નની પેટી ખેતલે દ્વાદશાંગી જે ગણિની પેટી, તેહનું જે સાર ક૦ પ્રાધાન્યપણું, તે લહ્યું ક∞ જાણ્યું છે જેણે એહવા, તેહને ક સમસ્ત દ્વાદશાંગીના જાણને પણ પરમસાર ૬૦ પ્રધાન રહસ્ય પરમસાર એહ જ કહ્યું ક૦ એ શુદ્ધ નય પરિણામરૂપ જ કહ્યું છે. એતલે દ્વાદશાંગીના ધણીને પણિ નિશ્ચય જ સાર કહ્યું છે, તો બીજાની શી વાત ? ઇતિ ભાવઃ. ઇમ શ્રી ‘ઓઘનિર્યુક્તિ' મધ્યે કહ્યું છે. યતઃ -
परमरहस्समिसीणं, समत्तगणिपिंडगज्झरियसाराणं ।
૨૩૨
-
परिणामियं पमाणं, निच्छयमवलंबमाणाणं. '॥१॥
ઇતિ ‘ઓઘનિર્યુક્તૌ.’[ગાથા-૭૬૦] તથા [ધર્મરત્ન પ્ર.,ગા.૫૪ની વૃત્તિ]
Jain Education International
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org