________________
બાળ મૂલ ગુણ પંચમહાવ્રતાદિક, ઉત્તરગુણ પિંડ વિશુદ્ધયાદિક, તેહનો સંગ્રહ કરતા ક0 રાખતા, વલી ભિક્ષા જે ગોચરી તેહના જે દોષ ૪૨, તેહને ત્યજતા ક0 છાંડતા. પગિ પગિ ક0 ક્ષણે ક્ષણે વ્રતનાં દૂષણ જે અતિચાર તેહને પરિહરતા. એ રીતે સંયમને પોષ ક0 પુષ્ટ કરતા. ૨૯૫ [૧૫-૪]
સુત્ર પાંચ મહાવ્રત આદિ મૂલગુણ, પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણના તે સંગ્રાહક છે, ગોચરીના ૪૨ દોષને ત્યજનારા છે, ક્ષણેક્ષણે વ્રતમાં લાગતા દોષને પરિહરનારા છે. આમ મુનિરાજ સંયમને પુષ્ટ કરે છે. મોહ પ્રતિ હણતા નિત આગમ, ભણતા સદ્દગુરુ પાસે, દૂસમ કાલે પણ ગુણવંતા, વરતેશુભ અભ્યાસે. ધન્યત્ર ૨૬ [૧૬-૫]
બાઇ મોહ પ્રતિ હણતા એટલે શુભ અધ્યવસાયે કરી મોહશત્રુને હણતા, નિત ક0 નિરંતર, આગમ ક0 સિદ્ધાંત, સદ્ગુરુ પાસે ભણતા એતલે ગુર્નાદિક પાસે નિરંતર આગમને ભણતા, દુસમ કાલે ક0 વિષમ કાલે પંચમ આરે પણિ ગુણવંતા પુરુષ વરતે શુભ અભ્યાસે ક0 રૂડે અભ્યાસે વરતે છે. એતલે પૂર્વાર્ધમાં જ્ઞાન કહ્યું. પશ્ચિમાર્ધમાં ક્રિયા કહી. ઇતિ ભાવ. ૨૯૬ [૧૫-૫]
સુ૦ મુનિરાજ શુભ અધ્યવસાયે મોહશત્રુને હણનારા, સદ્ગુરુ પાસે આગમોનું અધ્યયન કરતા, વિષમ કાળમાં પણ શુભ અભ્યાસમાં વર્તનારા ગુણવંત છે. આમ જ્ઞાન-ક્રિયામાં એમનું પ્રવર્તન છે. છઠ્ઠ ગુણઠાણું ભવઅડવી, ઉલંઘણ જેણે લીઉં તસ સોભાગ સકલ મુખ એકે કિમ કરી જાઈ કહિઉં.
ધન્ય૦ ૨૯૭ [૧૫-૬] બા) છઠું ગુણઠાણું ક0 પ્રમત્તનામા છä ગુણઠાણું તે કેહવું છે ? ભવઅડવી ઉલંઘણ ક0 ભવરૂપ અટવીને પાર પમાડણહાર જિણે લહિ૬ ક0 જિણે પુરુષે પામ્યું. યત
"भवाटवीलंघनतुल्यमेतत्, प्रमत्तनाम क्रिययासमेतम् । गुह्यं गुणस्थानमसंख्यवृद्ध्या, प्रमादहानैः प्रवरं प्रभास्या' ॥१॥
તસ સોભાગ ક0 તે મુનિરાજનું સકલ જે સમસ્ત સૌભાગ્ય મુખ ૨૧૨
ઉ. યશોવિજયજીકત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org