SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદનના સહયોગમાં પૂજ્ય આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ ઉપા. યશોવિજયજી મહારાજના સાહિત્ય-ઉદ્યાનના એવા તો ભ્રમર જીવ છે કે એમના દાર્શનિક ગ્રંથો અને કાવ્યરચનાઓનું રસપાન કરતાં એમને કદી ધરવ થયો નથી. ઉપાધ્યાયજીની જન્મભૂમિ કનોડાનો એમને હાથે થયેલો પુનરુદ્ધાર, ઉપાધ્યાયજીના જીવન-કવન વિશે એમની નિશ્રામાં થયેલા પરિસંવાદો, ઉપાધ્યાયજી વિશેની એમની પ્રવચનમાળા, “ઉપાયશોવિજય સ્વાધ્યાય ગ્રંથ', “યશોવાણી' અને “સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈનાં સંપાદનો વગેરે એમના આ લગાવના બોલતા પુરાવા છે. પૂજય મહારાજશ્રીનાં આવાં કેટલાંક કામોમાં સહયોગી તરીકે જોતરીને આ દિશામાં આગળ વધવા ઘણા રુચિવંત શિક્ષિતોને એમણે પ્રોત્સાહિત કર્યા છે. પૂજયશ્રીએ ચીંધ્યા માર્ગે, નિવૃત્તિકાળમાં મારો પણ વિદ્યાવ્યાસંગ ચાલતો રહ્યો છે જેણે મારે માટે સ્વાધ્યાય-તપનો એક ઉમદા વિકલ્પ પૂરો પાડ્યો છે. ઉપા. યશોવિજયજીના “ગૂર્જર સાહિત્ય સંગ્રહના પુનઃસંપાદનનું કામ આ. પ્રદ્યુમ્નસૂરિજી દ્વારા ચાલતું હતું તે દરમિયાન જ શ્રી સીમંધર જિન વિજ્ઞપ્તિ રૂપ ૩૫૦ ગાથાના સ્તવન પર પં. શ્રી પદ્મવિજયજી મ.ના સં. ૧૮૩૦માં રચાયેલા બાલાવબોધની સં. ૧૮૯૨નું લેખન વર્ષ ધરાવતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy