________________
ભવવિરત્ત સેવે મનિ, ભોગાદિક પર અનુરોધે રે, બોધે રે, ઇમ ઉલ્લસે ગુણ સોલમે એ. ૨૭૦ [૧૩-૧૭]
બાળ હવે સોલમો પરાર્થ કામોપભોગી નામા ભેદ કહે છે. ભવ જે સંસારને વિષે વિરક્ત મન થકો ભોગાદિકને સેવે તે પણ પર અનુરોધે કર પરના દાક્ષિણ્યાદિકે સેવે. બોધે રે ક૦ એહવે ઉદાસીન જ્ઞાને કરી સોલમો ગુણ ઉલ્લાસ પામે. ૨૭૦ [૧૩-૧૭]
સુ૦ ૧૬, પરાર્થકામોપભોગી : સંસારને વિશે વિરકત મન રાખીને ભોગ આદિને સેવે. આવા ઉદાસીનતાભર્યા જ્ઞાનને લઇને સોળમો ગુણ ઉલ્લસિત થાય. આ સોળમો ગુણ.
આજકાલિ એ છાંડસ્તું, ઇમ વેશ્યા પરે નિસનેહો રે, ગેહો રે, પર માને ગુણ સત્તરમેં એ. ૨૭૧ [૧૭-૧૮]
બાળ હવે સત્તરમો વેશ્યાની ચિં ઘરવાસ પાલે એ ભેદ વખાણે છે. એ ઘરવાસ આજ છાંડીસ્યુ અથવા કાલ છાંડીસ્યું ઇમ વેશ્યાની પરે નિસ્નેહી રહે. જિમ વેશ્યા નિર્ધન દેખી વિચારે તિમ ગૃહસ્થ પણ આસ્થા પ્રમુખ વિના ઘરમાં વસે, ઘરને ૫૨ કરી માને. સત્તરમે ગુણે. દેવતિના અનેક ભેદ છે. માટે નાનાભિપ્રાયવંત હોય તે માટે પુનરુક્ત દૂષણ કોઈ ભેદમાં ન જાણવું. ૨૭૧ [૧૩-૧૮]
સુ૦ ૧૭. વેશ્યાની પેઠે ઘરવાસ ઃ જેમ વેશ્યા નિર્ધન પુરુષ પ્રત્યે નિસ્નેહી રહે તેમ આ ગુણવાળો ગૃહસ્થ ‘ઘર આજ ત્યજીશું, કાલ ત્યજીશું' એમ ઘરવાસ પ્રત્યે નિસ્નેહી રહે. ઘરમાં વસવા છતાં ઘરને પર કરીને માને. આ સત્તરમો ગુણ.
એ ગુણવૃંદે જે ભર્યા, તે શ્રાવક કહીઇ ભાવે રે,
પાવે રે, સુજસપુર તુઝ ભગતિથી એ. ૨૭૨ [૧૭૩-૧૯]
બાળ એ ગુણના વૃંદ ક૦ સમૂહ, તિષ્ણે કરીને ભર્યા છે તે શ્રાવક કહિઇં, ભાવે ક0 ભાવથી શ્રાવક કહીઈં. યતઃ
“ચ સત્તરશુળનુત્તો, નિબાને ભાવસાવનો મળિયો” ઇતિ વચનાત્ પાવે ક૦ પામે, સુજસપૂર ક0 ભલા જસનું પૂર પામે, તુઝ ભક્તિથી ક૦
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org