________________
સુત્ર આઠમો રોગ દોષ. સમજણ વિના શુદ્ધ ક્રિયાને પીડા થાય અર્થાત હાનિ થાય અથવા તે શુદ્ધ ક્રિયા છૂટી જાય એ ઉચ્છેદ કહેવાય. આવા રોગદોષથી શુદ્ધક્રિયાનો ઉચ્છેદ અથવા પીડા થવાથી તે ક્રિયા વંધ્ય થઈ જાય. માનહાનિથી દુખ દિઈ રે, અંગ વિના જિમ ભોગ રે શાંતોદાપણા વિના રે, તિમ કિરિયાનો જોગ રે.
પ્રભુ૨૧૩[૧૦-૨૦] બા એ આઠે દોષ રહિત હોય તેને શાંતાદિક ગુણ આવે. તે માટે વલી એક શાંત, બીજો ઉદાર એ ર(બે) ગુણ વખાણે છે. માની પુરુષને જિમ માનની હાણી થાય તેતલે દુઃખ ઊપજે. અંગ વિના ક0 અંગોપાંગે હીન હોય અને ભોગની સામગ્રી સ્ત્રી પ્રમુખ મિલી હોય તે જિમ ચિત્તને દુઃખ આપે અથવા જિમ ભોગની સામગ્રી મિલી હોય તોહી પણ માનહાનિથી ક0 પ્રમાણહીન અધિકા-ઉછા ભોગવે તો દુખ દિઈ, તથા અંગ વિના પણ દુખદાઇ થાય તિમ શાંત-ઉદાત્ત ગુણ આવ્યા વિના કિરિયાનો યોગ પણિ એવો જાણવો. તેહ જ શાંતઉદાત્તનો અર્થ કહે છે. ૨૧૩ [૧૦-૨૦].
સુ9 જેમ માની પુરુષને માનહાનિથી દુઃખ થાય અને વિકલાંગ પુરુષને ભોગની સામગ્રી મળી હોવા છતાં ચિત્તને દુઃખ આપે તેમ શાંત અને ઉદાત્ત એ બે ગુણ વિના ક્રિયાનો યોગ પણ એવો જ જાણવો. શાંત તે કષાય અભાવથી રે, જે ઉદાત્ત તે ગંભીર રે, કિરિયા દોષ ત્યજી લો રે, તે સુખજસ ભર વીર રે.
પ્રભુo ૨૧૪ [૧૦-૨૧] બા શાંત તે કહિછે જે કષાયનો અભાવ. ઉદાત્ત તે કહિછે જે ગંભીર હોય. એહવા પ્રાણી ક્રિયામાં દોષ લાગતા હોય તે ત્યજીનઈ લહે ક0 પામે, તે ધીર ક0 ધીર પુરુષ સુખનો, જસનો ભર ક0 સમૂહ.૨૧૪ [૧૦-૨૧]
સુ0 શાંત એટલે કષાયનો અભાવ. ઉદાત્ત તે ગંભીર હોય. આવા ધીર જીવો કિયામાં લાગતા દોષ ત્યજીને સુખ-યશનો સમૂહ પામે.
(આ ઢાલમાં ટબાના શ્લોક ૧૩૧, અક્ષર ૧૨ છે.)
૧૫૮
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org