________________
કરીને સાલંબન ધ્યાન થાય. આ આઠ દોષ તે ૧, ખેદ, ર, ઉદ્વેગ, ૩. ક્ષેપ, ૪. ઉત્થાન, ૫, ભ્રાંતિ, ૬ અન્યમુદ્દ, ૩. રોગ, ૮. આસંગ.
પ્રથમ દોષ ખેદ છે. જેમકે રસ્તે ચાલતાં થાક લાગે, તેવી રીતે કિયામાં મનની એકાગ્રતા-પ્રણિધાન ન રહે. જેમ ખેતીમાં પાણી મુખ્ય હેતુ છે તેમ ક્રિયામાં આ પ્રણિધાન મુખ્ય હેતુ છે. બેઠાં પણિ જે ઉપજે રે કિરિયામાં ઉગ રે, યોગદ્વેષથી તે ક્રિયા રે, રાજહિ સમ વેગ રે.
પ્રભુ ૨૦૬ [૧૦-૧૩] બા૦ હવઇ ઉગ નામા બીજો દોષ વખાણે છે. ઉગ ક0 ખેદ વિના પણિ બેઠાં થકાં ઉદ્વેગ થાય તિણ પરે ઉગ દોષમાં પણ જાણવું. બેઠાં થકાં જ પણિ જે ક્રિયા કરે તેહમાં ઉદ્વેગ ઊપજૈ તો તે ક્રિયા કરતાં તે પ્રાણીને સુખ, જે ચિત્તની પ્રસન્નતા તે કિમ ઊપજઇ ? જિવારે તે ક્રિયામાં ઉદ્વેગ થયો તિવારે દ્વેષ ઉપનો. તે દ્વેષથી રાજાની વેઠીની પરે કથંચિત ક્રિયા કરે, વેગિ ક0 ઉતાવલો કરઈ એહવી રાજવેઠીની પરે કરઈ તેહને જન્માંતરે યોગીના કુલને વિષે જન્મ પણ ન હોય. એ અર્થ ષોડશક (૧૪)માં જોઈ લેજ્યો. ૨૦૬ [૧૦-૧૩].
સુ0 બીજો દોષ ઉદ્વેગ. ખેદ કે થાક વિનાયે બેઠાં બેઠાં પણ ઉદ્વેગ થાય. બેસીને ક્રિયા કરતાં જો ઉગ ઊપજે તો ચિત્તની પ્રસન્નતા ન રહે. ઉગથી તેષ ઊપજે. એમ થતાં કિયા રાજવેઠની પેઠે થાય. આવી ક્રિયા કરનાર જન્માંતરે યોગીકુલમાં જન્મ પણ ન પામે. ભમથી જેહ ન સાંભરે રે, કાંઇ અકત કd કાજ રે તેહથી શુભ કિરિયા થકી રે, અર્થવિરોધી અકાજ રે.
પ્રભુ ૨૦૭ [૧૩-૧૪ બાળ હવઈ યદ્યપિ ષોડશકમાં ભ્રાંતિનામા દોષ પાંચમો કહ્યો છે, તથાપિ ઉપાધ્યાયજી ત્રીજો ભ્રાંતિનામા દોષ વર્ણવે છે. અનાનુપૂર્વી પણ વ્યાખ્યાનું અંગ છઇ, ઇતિ. હવે ભ્રાંતિનો અર્થ. ભ્રાંતિ ક0 વસ્તુ અન્ય હોય તિહાં અન્ય જાણે. જિમ શુક્તિકાને વિષે રજતની ભ્રાંતિ થાય, તદ્દત ભ્રમે કરી જેહ વસ્તુ સાંભરે નહીં. મેં કર્યું અથવા ધર્મકરણી નથી કર્યું, ૧૫૪
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org