________________
અધિકાર છે, પણ કેટલો લિખાય? ઇમ એક વાત સાધવા ગયો એટલે ઠામઠામથી તૂટી ગયું જે માટે ગુરુ વિના તેહની ટેવ છે. જો ગુરુ પરંપરાગત હોય તો કાંય અટકે નહીં, કહિયે ખલાય નહીં. પણ સંપ્રદાય વિના ઠામ ઠામ અટકે, એતલે એ ભાવ જે “નિગરા છે ભાખું (માટે?) કોઈ નીકલ્યો તિવારે પણ ગુરુ નોહતો. ઇતિ ભાવઃ ૧૬૭ [૯-૩,
સુ0 કુંઢિયાઓની બાહ્ય ક્રિયા બધી નવી જ જણાય છે. જેવી કે મુખ બાંધી બહાર નીકળવું, ડાંડો રાખવો નહિ વગેરે. આગમ વિરોધી એમની આવી આચરણા કેટલી દર્શાવવી ? “નવ સાંધે ને તેર તૂટે” એ કહેવત એમને માટે યથાર્થ છે. તેઓ પૂજામાં હિંસા બતાવે છે. પણ પોતે મરે ત્યારે શું કરાય છે ? પોતાને વાંદવા આવે ત્યારે ને દીક્ષા મહોત્સવમાં શું હિંસા નથી થતી ? જો ગુરુ પરંપરાગત હોય તો કાંઈ અવરોધ રહે નહીં. પણ તેઓ નથુરા છે. તેમના મૂળ પુરુષે દીક્ષા લીધી ત્યારે કોઈ ગુરુ રાખ્યા ન હતા. વૃત્તિ પ્રમુખ જોઈ કરી, ભાખે આગમ આ૫; જિનજી તેહ જ મૂલા મૂઢો] ઓલવે જિમ કુપુત્ર નિજ બાપ.
જિજી તુઝ) ૧૬૮ [૯-૪] બાળ વૃત્તિ ક0 ટકા પ્રમુખ. એતલે પ્રમુખ શબ્દ નિયુક્તિ, ચૂર્ણિ પ્રમુખ લેવાં. તે જોઈ કરીને આગમ આપ ક0 પોતે ભાખે. એતલે વૃત્તિ પ્રમુખ છાની રાખીને તેમના ભાવ જોઈ આગમનો અર્થ ઠીક બેસારે. પછે લોક અગલ એકલું સૂત્ર વાંચે. તે અજ્ઞાની ટીકા પ્રમુખને ઓલવે. કોઈ પૂછે “ટીકા – નિર્યુક્તિ માનો છો?' તિવારે કહેયે જે “નથી માનતા.” જિમ કુપુત્ર હોય તે પોતાના બાપને ઓલવે. એતલે બાપ હોય સાદો, પોતે હોય છેલ. કોઇ પૂછે જે “આ તુમ્હારે સા સગા છે ?” તિવારે આડોઅવલો જવાબ દિઇ. તિમ ટીકા પ્રમુખનો ઉપગાર અને તેને ન માને. ઇતિ ભાવઃ, ૧૬૮ [૯-૪]
સુત્ર આગમની વૃત્તિ, ટીકા, નિયુક્તિ આદિ જુએ ખરા પણ તે છાની રાખીને, એના ભાવ જોઈને આગમનો અર્થ પોતે બેસાડે અને પછી લોકો સમક્ષ તો એકલું સૂત્ર જ વાંચે, ને એના પરની ટીકા આદિને ૧૨૮
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org