________________
રચી. તે પછી ઉપાધ્યાયજી મહારાજે બધા જ વિષયોમાં ગુજરાતીનો નિબંધ અને સાધિકાર વિનિયોગ કરી શાસ્ત્રીય ચિંતનને ગુજરાતીમાં ઉતારવાનો સફળ પ્રયોગ કર્યો. સ્તવન, સજઝાય, રાસ જેવા લોકભોગ્ય પ્રકારો તો ખરા જ, પરંતુ તત્ત્વજ્ઞાન અને શાસ્ત્રવિચાર જેવા પ્રકૃષ્ટ વિષયોના ગ્રંથો તેમણે ગુજરાતીમાં આબાદ ઉતાર્યા. ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ એ કૃતિ તો પાઠ્યપુસ્તક બની, એટલું જ નહિ, જાણે નેવનાં નીર મોભે ચડ્યાં – આ રાસનો સંસ્કૃત અનુવાદ રચાયો. સમ્યક્ત જસ્થાન ચોપાઈ, સવાસો ગાથા, દોઢસો ગાથા અને સાડી ત્રણસો ગાથાનાં સ્તવનોમાં ગંભીર શાસ્ત્રીય વિચારોને પ્રવર્તમાન ગુજરાતીમાં રમતા મૂકીને ઉપાધ્યાયજીએ સામાન્ય જૈનનો આગમો તથા વિશેષાવશ્યક ભાષ્ય કે યોગવિશિકા' જેવાં શિષ્ટ શાસ્ત્રો સાથે સંપર્ક જોડી આપ્યો. વિશેષાવશ્યક, પંચકલ્પ, પંચવસ્તુ, બૃહત્કલ્પ જેવા પ્રૌઢ શાસ્ત્રગ્રંથોની વાતો લોકભાષામાં ઉતારીને એક તરફ એમણે એ મહાન શાસ્ત્રકારોનું ચિંતન સામાન્ય જૈનને સુલભ કરી આપ્યું, તો બીજી તરફ ગુજરાતી ભાષાને ઊંચા આસને બેસાડી તેઓશ્રીની કલમે અધ્યાત્મના અનુભવો અને શાસ્ત્રવચનો જે રીતે ગુજરાતીમાં ઊતરી આવ્યાં તે જાણે ગુજરાતની ક્ષમતાનાં પ્રમાણ બની રહ્યાં.
ગુજરાતીનો ઉપયોગ કરવાની બાબતે અલબત્ત તેઓ એકલા નથી. શ્રી તરુણપ્રભાચાર્યના પડાવશ્યક બાલાવબોધ અને સોમસુંદરસૂરિના ઉપદેશમાળા બાલાવબોધથી ગુજરાતી (મારુગૂર્જર)નું સ્થાન મજબૂત થતું જ રહ્યું હતું. શ્રી પાર્શ્વચંદ્રસૂરિએ સોળમી સદીમાં આગમોના અનુવાદ તથા શાસ્ત્રીય ચર્ચાઓમાં ગુજરાતીને જ વધુ પસંદ કરી હતી. ઉપાધ્યાયજીએ શાસ્ત્રીય વિષયોને માટે ગુજરાતી માધ્યમ અધિકારપૂર્વક અપનાવી ગુજરાતીને ગૌરવ આપ્યું છે. એકલા આ “સીમંધર સ્વામી વિનતિ સ્તવનમાં ૮૦ જેટલા શિષ્ટ ગ્રંથોની ગાથાઓના શુદ્ધ-સરળ ગુજરાતીમાં અનુવાદો જોવા મળે છે. ઉપાધ્યાયજી પછી જૈન સંઘમાં ગુજરાતીમાં આવું સામર્થ્ય ધરાવતું નામ શ્રીમદ્ રાજચંદ્રનું યાદ આવે. જૈનેતર સાહિત્યકારો સાથે સરખામણી કરવી હોય તો કવિ અખાની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org