________________
‘પંચકલ્પભાષ્ય’ને વિષે ભણ્યું ક૦ કહ્યું છે જે આતમરક્ષા ઇમ ક૦ આત્મા જે સંયમરૂપ આત્મા, તેહની ઇંમ જ થાય, અથવા આત્મા ને શરીર અભેદ છે માટે આત્મ ક૦ શરીર તેહની રક્ષા પણિ ઇમ ક૦ ભેલા જ વસતાં હોય. શાલિ તથા એરંડની ચોભંગી છે. તથા શાલિનો વૃક્ષ અને શાલિની વાડિ ૧, શાલિનો વૃક્ષ ને એરંડની વાડિ ૨, એરંડનો વૃક્ષ અને શાલિની વાડિ ૩, એરંડવૃક્ષ ને એરંડની વાડિ ૪, એ ચોભંગી. શાલિ – એરંડના ભાંગા ત્રણ્ય છે. તે ત્રણ્ય ભાંગે તો વસતાં ખેમ કર કલ્યાણ છે. ઇતિ અક્ષરાર્થઃ.
ભાવાર્થ તો એ છે જે શાલિ સરીખા ગીતાર્થ, એરંડ સરીખા મૂર્ખ, તેહની ચોભંગી. ગીતાર્થ આચાર્ય અને ગીતાર્થની જ વાડિ તે પિરવાર ૧, તથા ગીતાર્થ આચાર્ય અને મૂર્ખ પરિવાર ૨, મૂર્ખ આચાર્ય અને ગીતાર્થ પરિવાર ૩, એ ત્રણ્ય ભાંગા લગે કોઇ રીતે આજ્ઞા છે, પણ મૂર્ખ આચાર્ય અને મૂર્ખ પરિવાર એ ભાંગો તો સર્વથા નિષેધ છે. યત :' जत्थ य पंच कुसीला, गणी वायगं थविरपवत्तनिग्गंथा । તેજ
સમાળા, શ્વત્થ વંશીઓ નાયો. // ? //′ ૧૩૫ [૭-૧૦] સુ॰ કોઇ એમ પૂછે કે ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં તો એકાકીપણાની હા કેમ કહી ?' એનો જવાબ એ છે કે કોઇક ચોક્કસ કારણને લઇને જ એમ કહ્યું છે. આ પંચમ આરાના કુંડા અવસર્પિણી કાળમાં ભેળા વસવું જ રૂડું છે. ‘પંચકલ્પભાષ્ય' માં કહ્યું છે કે આત્માની રક્ષા પણ સમુદાયમાં વસતાં જ થાય છે. શાલિ અને એરંડની ચોભંગીમાંથી ત્રણ ભાંગા સુધી એમનું સહઅસ્તિત્ત્વ કલ્યાણરૂપ છે. એ જ રીતે શાલિ સરખા ગીતાર્થ અને એરંડ સરખા મૂઢ મુનિની ચોભંગીમાં ત્રણ ભાંગા સુધી એમનો સહવાસ આજ્ઞારૂપ છે. પણ મૂઢ આચાર્ય અને મૂઢ મુનિપરિવારનો ભેદ તો સર્વથા નિષિદ્ધ છે.
એકાકી પાસથો સછૂંદો ગતયોગ,
ઠાણવાસી ઉસન્નો બહુદૂષણ સંયોગ; ગચ્છવાસી અણુઓગી ગુરુસેવી વલિ હોઇ, અનિયતવાસી આઉત્તો બહુગુણ ઇમ જોઇ. ૧૩૯ [૭-૧૧]
૧૦૨
Jain Education International
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org