SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ એકાકી જે હોય તે સ્વચ્છંદપણે વિચરે. પોતાની મતિ ઉપનું તે ખરું પિણિ ગુરુની આજ્ઞાની અપેક્ષા ન રહે. તે થકી નવિ પામે ધર્મ ક0 સ્વમતિ કલ્પનાવંત ધર્મ ન પામે. યતઃ'इक्कस्स कओ धम्मो सच्छंदगइमइपयारस्स' । –ઇતિ ઉપદેશમાલા” [ગા. ૧પ૬] વચનાતું. તથા નવિ પામેં પૃચ્છાદિક વિના તે પ્રવચનમર્મ ક0 એકાકી વાચના -પૃચ્છનાદિક પણિ કો પાસે કરે ? અને તે વિના પ્રવચન જે સિદ્ધાંત, તેહનો મર્મ જે રહસ્ય તે કિંમ પામે? યત – 'कत्तो सुत्तत्थागम पडिपुच्छणचोयणा व इक्कस्स । विणओ वेयावच्चं आराहणया य मरणंते ॥ १ ॥ – ઈતિ “ઉપદેશમાલાયાં (ગા. ૧૫૭]. ૧૩૨ [૭-૭] સુ, એકાકી વિહાર કરનારને સ્ત્રી, શત્રુ, શ્વાનનો ભય રહે. વળી એકાકી જો સદોષ ગોચરી વહોરે તો એને કોણ નિષેધે? આમ ભિક્ષાની શુદ્ધિ ન રહે અને એમ મહાવ્રત ખંડિત થાય. એકાકી સ્વચ્છેદે વિચરે, ગુરુઆજ્ઞા માથે ન હોવાથી સાચો ધર્મ ન પામે, વળી વાચના-પૃચ્છનાદિ પણ ગુના અભાવમાં કરી શકે નહીં. અને આમ ન થતાં શાસ્ત્ર-સિદ્ધાંતનો સાચો મર્મ પામી શકે નહીં. સમિતિ પતિ પણિ ન ધરે એકાકી નિઃશંક ભાવપરાવર્તે ધરે આલંબન સરંક, જૂદા જૂદા થાતાં વિરકલ્પનો ભેદ, ડોહલાઈ મન લોકનાં થાઈ ધર્મઉચ્છેદ. ૧૩૩ [૭-૮]. બા૦ સમિતિ ક0 ઈર્યાસમિતિ પ્રમુખ પાંચ સમિતિ. ગુપતિ ક0 મનોગુપ્તિ પ્રમુખ ત્રણ્ય ગુપતિ. તે પણિ ન ધરે ક0 ન પાલિ સકે. એકાકી હોય તે નિસંક હોય, કોઈની શંકા ન રાખે, એતલે અકાર્ય કરવાનું ચિત્ત થાય તો કોઈની શંકા ન ધરે, સુખે કરે. યતઃ – ... 'पिल्लिज्जेसणमिक्को पइन्नपमयाजणाओ निच्चभयं । काउमणोवि अकज्जं, न तरइ काउण बहुमज्झे ॥ १ ॥' – ઇતિ ઉપદેશમાલા'યાં [ગા. ૧૫૮] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૯૮ ૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy