________________
ઢાળ સાતમી બાળ પૂર્વ ઢાલમાં ગીતાર્થ વરણવ્યા એહવા ગીતાર્થ ગુરુ પાસે વસવું તે સાતમા ઢાલમાં કહે છે.
(રાજગીતાની અથવા સુરતિ મહિનાની દેશી) કોઈ કહે ગુરુ ગચ્છ - ગીતારથ સારથ શુદ્ધ, માનું પણિ નવિ દીસે જોતાં કોઈ વિબુદ્ધ; નિપુણ સહાય વિણા કહ્યા સૂત્રે એક વિહાર, તેહથી એકાકી રહેતાં નહિ દોષ લગાર.૧ ૨૬ [૭-૧]
બાળકોઈ કહે ક0 કોઇક આગમ રહસ્ય અજાણતો આગમનું શરણ કરી બોલે છે જે ગુરુ ક0 ગુર્નાદિક ગચ્છ ક) સુવિહિતનો સમુદાય, વલી ગીતારથનો સારથ ક0 સમુદાય - “સંસાથ તુ હિન ઇતિ સામાન્ય કાંડ વચનાતુ, શુદ્ધ ક0 પવિત્ર તે ગુરુ ગચ્છગીતારથ માનું ક0 અંગીકાર કરું છું. પિણ નવિ દીસે જોતાં કોઈ વિબુધ ક0 જોતાં થકાં કોઈ વિબુધ = ડાહ્યો પંડિત દેખતા દેખાતા નથી, અહારી નજરમાં કોઈ આવતા નથી. તથા નિપુણ સહાય ક0 ડાહ્યો, સખાઈ વિના ક0 ન મિલે તિવારે સૂત્રે ક0 શ્રી “ઉત્તરાધ્યયનસૂત્ર'ને વિષે કહ્યો ક0 ભાખ્યો છે. એક વિહાર ક0 એકલા વિહાર કરીશું. ઉક્ત ચ તત્ર –
'न वा लभिज्जा निउणं सहायं गुणाहियं वा गुणओ समं वा । इक्को वि पावाइं विवज्जयंतो विहरेज कामेसु असज्जमाणो-॥१॥'
ઉત્તરાધ્યયન [૩૨.૫ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org