________________
જે તો હઠથી ગુરુને છાંડી, ભગ્નચરણ પરિણામ રે, સર્વ ઉદ્યમેપિણ તસ નિશ્ચયે કાંઈ ન આવે ઠામ રે.સાવ ૧૨૧૬૬-૨૨]
બાજે તો ક0 જે વલી, હઠથી ક0 કદાગ્રહ થકી ગુરુને છાંડી ક0 ગુરુને મુકી દીધું છે. ભગ્નચરણ પરિણામ ક. ચારિત્રના પરિણામ ભાગા છઇ. જેહને એહવો થકો ગુરુને છોડીનઇ સર્વ ઉદ્યમેં ક0 સર્વ પ્રકારે ઉદ્યમ કરે, કષ્ટ કરે. નિતવાદિકની પરિ પણિ. તસ ક૦ તેહનાં કષ્ટપ્રમુખ સર્વ નિર્ચ કરીને કાંય ન આવે ઠામ ક0 કાંય લેખે ન લાગે. યતઃ
'आणाए तवो आणाइ संजमो तहय दाणमाणाए । आणारहिओ धम्मो, पलालपुलुव्व पडिहाइ ॥१॥'
ઇતિ “સંબોધસિત્તરિ મળે.[ગા.૩૨] ૧૨૧ [૬.૨૨]. સુo જેના ચારિત્રના પરિણામ ભાંગ્યા છે એવા મુનિ કદાગ્રહ રાખીને ગુરુને ત્યજે તેવા મુનિનો તપ-ક્રિયા આદિનો સઘળો ઉદ્યમ નિદ્વવની પેઠે કાંઈ લેખે લાગતો નથી. આણારુચિ વિણ ચરણ નિષેધે પંચાશક હરિભક રે વ્યવહારે તો થોડું લેખે, જે સરકારે સદ રે.સા) ૧૨૨ [૬-૨૩]
બા) આણારુચિ ક0 પરમેશ્વરની આજ્ઞાની જ રુચિ છે જેહને એહવા આજ્ઞારુચિ, ચરણ નિષેધે ક0 ચારિત્રની ના કહે છે. સ્યા માટે ? જે આજ્ઞારુચિપણું નથી તો બીજું કષ્ટ અનુષ્ઠાન કોહની આજ્ઞાઇ કરે છે? યતઃ'आणारुइस्स चरणं तब्भंगे जाण किं न, भग्गंति ।
મફતો સ્મા #પણ તે ?” “ઇતિ. તે માટે આજ્ઞાસહિત ચારિત્ર, આજ્ઞા વિના પંચાશકને વિષે હરિભદ્રસૂરિ ચારિત્ર નિષેધે છે. વ્યવહાર કરે તો ક0 શુદ્ધ સામાચારી સહિત વ્યવહાર પાલે તો થોડુંઈ ક0 પોતાની શક્તિ પ્રમાણે થોડું કરે તો હિ લેખે ક0 લેખામાં છે. એટલે આજ્ઞા સહિત થોડુંઇ કરે તે લેખે છે. તે કહઈ છઇં.
જેહ સકારે ક0 જે થોડુંઈ સકારે, સત્ય કરે. સદ્દ ક0 શબ્દ તે આગમ કહીશું જે કારણે ચાર પ્રમાણ કહ્યાં છે તિહાં આગમ પ્રમાણને શબ્દપ્રમાણ કહી બોલાવ્યું છે. તે માટે આગમ સકારે તે તો થોડો વ્યવહાર, તે પણ પ્રમાણ છે. બીજું ઘણું કષ્ટ, તે નિષ્ફલ છે ઇતિ ભાવ . ૧૨૨ [૬-૨૩] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org