________________
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। स्वादूनि सुफलानि च, प्रफुल्लकुसुमानि च । पंचमस्वरसोत्सेक, कोकिलानां कलच्छलात् ।। १७ ॥ यच्छंति तरवस्तत्र, दूरादाहूय पंथिने । अहो सज्जनसौजन्यं, वचनानामगोचरम् ।। १८ ।।
તે દેશમાં વૃક્ષો, પંચમસ્વરમાં ઉત્સુક થએલા કોકિલોના શબ્દોના મિશથી પથિને દૂરથી બોલાવીને સ્વાદિષ્ટ ફલો તથા પ્રફુલ્લિત પુષ્પો આપે છે; માટે અહો! સજ્જનોની સજ્જનતા અવચનીય છે. व्याकुला व्यालमालाभी, रथसंचयसंचिता । प्रसरत्यनिशं तत्र, वाहिनी वहिनीव हि ॥ १९ ॥
તે દેશમાં સર્પોની (પક્ષે—હાથીઓની) શ્રેણિઓથી ભરેલી તથા નેતરોના (પક્ષે–રથોના) સમૂહથી સંચિત થએલી એવી નદી ખરેખર સેનાની પેઠે હમેશાં ચાલ્યા કરે છે. तरुच्छन्ने वने तत्र, पीका चूततरुस्थिता । वियोगिनां निजारावै, बभंज हृदयं सदा ।। २० ।।
તે દેશમાં વૃક્ષોથી છવાએલા વનમાં આંબાના વૃક્ષ પર રહેલી કોયલ (સ્ત્રીથી) વિયોગ પામેલા (પુરુષના) હૃદયને પોતાના શબ્દોથી હમેશાં ભેદતી હતી. तुंगमातंगसंगाढ्या, उत्कटाः कटकांचिताः । समानुकृतका भांति, भूभृतोऽप्यत्र भूभृताम् ।। २१ ।।
१. वायुः समुद्गतो नाभे । रुहोहृत्कंठमूर्धसु ॥ विचरन् पंचमस्थान । प्राप्त्या पंचम उच्यते ॥ २. रथः पुमानवयवे स्यन्दने वेतसेऽपि च ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org