________________
શક્યા છે. આ એમના સર્વગ્રાહી પાણ્ડિત્યનો પ્રખર પુરાવો છે. શૈલીની દૃષ્ટિએ જોઈએ તો એમની કૃતિઓ ખણ્ડનાત્મક, પ્રતિપાદનાત્મક અને સમન્વયાત્મક છે. ઉપાધ્યાયજીની ઉપલબ્ધ કૃતિઓનું પૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરીને, પૂરા પરિશ્રમથી અધ્યયન કરવામાં આવે તો, જૈન આગમ કે જૈન તર્કનો લગભગ સંપૂર્ણ જ્ઞાતા બની શકે. અનેકવિધ વિષયો ઉપર મૂલ્યવાન, અતિમહત્ત્વપૂર્ણ સેંકડો કૃતિઓના સર્જકો આ દેશમાં ગણ્યાગાંઠ્યા પાક્યા છે, તેમાં ઉપાધ્યાયજીનો નિઃશંક સમાવેશ થાય છે. આવી વિરલ શક્તિ અને પુણ્યાઇ કોઈના જ લલાટે લખાયેલી હોય છે. આ શક્તિ ખરેખર ! સદ્ગુરુકૃપા, જન્માન્તરનો તેજસ્વી જ્ઞાનસંસ્કાર અને સરસ્વતીનું સાક્ષાત્ મેળવેલું વરદાન, આ ત્રિવેણીસંગમને આભારી હતી.
તેઓશ્રી ‘અવધાન’કાર (એટલે બુદ્ધિની ધારણાશક્તિના ચમત્કારો) પણ હતા. અમદાવાદના શ્રીસંઘ વચ્ચે અને બીજી વાર અમદાવાદના મુસલમાન સૂબાની રાજસભામાં આ અવધાનના પ્રયોગો કરી બતાવ્યા હતા. તે જોઈને સહુ આશ્ચર્યમુગ્ધ બન્યા હતા. માનવીની બુદ્ધિ-શક્તિનો અદ્ભુત પરચો બતાવી જૈન ધર્મ અને જૈન સાધુનું અસાધારણ ગૌરવ વધાર્યું હતું. તેઓશ્રીની શિષ્યસમ્પત્તિ અલ્પસંખ્યક હતી. અનેક વિષયોના તલસ્પર્શી વિદ્વાન છતાં નવ્યન્યાય'ને એવો આત્મસાત્ કર્યો હતો કે, નવ્યન્યાયના ‘અવતાર' લેખાયા હતા. આ કારણથી તેઓ તાર્કિકશિરોમણિ’ તરીકે વિખ્યાત થયા હતા. જૈન સંઘમાં નવ્યન્યાયના આ આદ્ય વિદ્વાન હતા. જૈન સિદ્ધાન્તો અને તેના ત્યાગવૈરાગ્યપ્રધાન આચારોને નવ્યન્યાયના માધ્યમ દ્વારા તર્કબદ્ધ કરનાર માત્ર, અદ્વિતીય ઉપાધ્યાયજી જ હતા. એમનું અન્તિમ અવસાન ગુજરાતના વડોદરા શહેરથી ૧૯ માઈલ દૂર આવેલા પ્રાચીન દર્ભાવતી, વર્તમાનમાં ‘ડભોઈ’ શહેરમાં વિ. સં. ૧૭૪૩માં થયું હતું. આજે એમની દેહાન્તભૂમિ ઉ૫૨ એક ભવ્ય સ્મારક ઊભું કરવામાં આવ્યું છે. જ્યાં એમની વિ. સં. ૧૭૪૫માં પ્રતિષ્ઠા કરેલી પાદુકા પધરાવવામાં આવી છે. ડભોઈ એ રીતે બડભાગી બન્યું છે.
ઉપાધ્યાયજીના જીવનની અને તેઓશ્રીને સ્પર્શતી બાબતોની અલ્પ ઝાંખી કરી. હવે પ્રસ્તુત પુસ્તક અંગે ‘કંઈક' કહું.
પ્રસ્તુત પુસ્તક અંગે –
આવા એક અનોખા મહાપુરુષની શ્રુત કે સારસ્વત સેવા કે તેની સાધના કેવી ઊંડી અને વિશાળ હતી ? તેઓશ્રીની જન્મદત્ત નૈસર્ગિક પ્રતિભા કેવી હતી ? નાનીશી માનવ જિંદગી, ત્યાગી જીવન, અનેક ફરજો અને જવાબદારીઓથી સંકુલ જીવન છતાં, એવી એક જ વ્યક્તિ પોતાની સર્વતોમુખી પ્રતિભા અને અગાધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org