________________
६४
તત્ત્વચિન્તામણિની ટીકાઓ – મૂળ ગ્રંથ તો લગભગ ૩૦ પૃષ્ઠનો છે જ્યારે એનું વિવરણાત્મક સાહિત્ય દસ લાખ પૃષ્ઠ જેટલું એટલે કે લગભગ ૩૩૩૩ ગણું છે અહીં હું આની યથાસ્થાન નોંધ લઈશ :
(૨) વર્ધમાન (ઈ. સ. ૧૨૫૦)
ન્યાયનો ‘મિથિલા' શાખા (School)નો પ્રભાવ ઈ. સ.ના બારમા સૈકાથી પંદરમા સૈકા સુધી રહ્યો. એ પ્રભાવ ગંગેશ, વર્ધમાન અને પક્ષધરમિશ્ર જેવા ધુરંધર વિદ્વાનોને – એમના ગ્રન્થનિર્માણને આભારી છે.
વર્ધમાન એ ગંગેશના પુત્ર થાય છે. એમણે ત. ચિં. ઉપર તત્ત્વચિન્તામણિપ્રકાશ નામની સંસ્કૃત ટીકા રચી છે. આ ઉપરાંતના એમના ગ્રંથો નીચે મુજબ છે :
ન્યાયનિબન્ધપ્રકાશ, ન્યાયપરિશિષ્ટપ્રકાશ, પ્રમેયનિબન્ધપ્રકાશ, કિરણાવલીપ્રકાશ, ન્યાયકુસુમાંજલિપ્રકાશ, ન્યાયલીલાવતીપ્રકાશ અને ખંડનખંડપ્રકાશ.
(૩) પક્ષધરમિશ્ર ઉર્ફે જ્યદેવ (ઈ. સ. ૧૨૭૫)
પક્ષધરમિશ્રનું અસલી નામ જયદેવ છે. એમનાં માતા અને પિતાનાં નામ અનુક્રમે સુમિત્રા અને મહાદેવમિશ્ર છે. પક્ષધરમિશ્રનો જન્મ દરભંગાથી સોળ માઇલ પૂર્વે આવેલા અને ‘કમલા' નદી ઉપરના સૈસવ (Saisava)માં થયો હતો. એઓ એમના પોતાના કાકા હરિમિશ્રના શિષ્ય થતા હતા. આ પક્ષધરમિત્રે એક પક્ષ યાને પખવાડિયા સુધી વાદવિવાદ ચલાવી એમાં વિજય મેળવ્યો તે ઉપરથી એમનું નામ પક્ષધર’મિશ્ર પડ્યું. એમના ગ્રંથો નીચે મુજબ છે :
તત્ત્વચિન્તામણ્યાલોક, દ્રવ્યપદાર્થ, લીલાવતીવિવેક, પ્રસન્નરાઘવ અને
ચન્દ્રાલોક.
૧. એમને કેટલાકે મહામહોપાધ્યાય’ તરીકે પણ સંબોધ્યા છે.
૨. ઈ. સ.ની સોળમી સદીમાં મિથિલામાં ન્યાયના અભ્યાસનો અસ્ત થયો અને નદિયામાં એનો ઉદય – વિકાસ થયો.
૩. હિં. ત. ઈ. પૂર્વાર્ધ, પૃ. ૨૩૧)માં ન્યાયપ્રકાશનિબન્ધ નામ છે. એ ઉદયનાચાર્યકૃત ન્યાયવાર્તિકતાત્પર્યપરિશુદ્ધિ ઉપરની ટીકા છે. એમાં એ વર્ધમાને પોતાના પિતાના વિચારોને ઉદયનાચાર્યથી ચડિયાતા હોવાનું કહ્યું છે.
૪. છેલ્લા બે ગ્રંથો તો નાટક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org