________________
ધર્મભૂષણનાં ભક્ત હતાં. ત્યાથદીપિકા ઉપરાંત કારુણ્યકલિકા ધર્મભૂષણની રચના હોવાનો સંભવ છે એમ પં. દરબારીલાલે સૂચવ્યું છે.
તર્કભાષા પૃ. ૧૧માં ધર્મભૂષણનો ઉલ્લેખ છે.
યશોવિજયગણિ અને પતંજલિ – યોગદર્શનના પ્રણેતા પતંજલિ પ્રત્યે સમભાવભાવી હરિભદ્રસૂરિ જેવા બહુશ્રુત મુનિવર્યો જે સહૃદયતાપૂર્વક આદરભાવ વ્યક્ત કર્યો તેમજ આ યોગદર્શન અને આને અંગે વ્યાસે રચેલા ભાષ્યના અમુક અમુક અંશનો જૈન પ્રક્રિયા સાથે સમન્વય સાધવાનો જે ઉત્તમ પ્રયાસ એમણે કર્યો તેને લક્ષીને યશોવિજયગણિએ એમના કરતાં પણ એક પગલું આગળ આ દિશામાં ભર્યું છે. - (૧) પાતંજલ યોગદર્શનનો યોગાનુશાસન' તરીકે ઉલ્લેખ યશોવિજયગણિએ દ્વત્રિશદ્વત્રિશિકાની “પાતંજલયોગલક્ષણવિચાર” નામની અગિયારમી દ્વત્રિશિકાના ૨૧મા પદ્યની સ્વોપજ્ઞ વિવૃતિ નામે તત્ત્વાર્થદીપિકા (પત્ર ૬૯ અ)માં કર્યો છે, જ્યારે આ ર૧મા પદ્યમાંએ કૃતિના ચતુર્થ પાદનો કૈવલ્યવાદી તરીકે ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં આ ગણિવર્યે પતંજલિનો નામોલ્લેખ પણ કેટલેક સ્થળે કર્યો છે.
(૨) પાતંજલ યોગદર્શન ઉપરના એકેએક સૂત્ર ઉપર કોઈ પણ જૈન મુનિવરે સંસ્કૃતમાં વિવરણ રચ્યું હોય એમ જણાતું નથી. આ પરિસ્થિતિમાં ન્યાયાચાર્યે યોગદર્શનનાં કેટલાંક સૂત્રો ઉપર વૃત્તિ રચી છે અને કેટલાંક સૂત્ર સમુચિત નહિ હોવાનું તેમજ કેટલાંક સૂત્રનો જૈન દર્શન સાથે સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે તે સ્તુત્ય ગણાય.
(૩) યોગદર્શનગત કેટલાક વિષયોને અંગે ન્યાયાચાર્યે દ્વત્રિશદ્ધાત્રિશિકાના અંશરૂપ નિમ્નલિખિત પાંચ કાત્રિશિકાઓ રચી છે:
(અ) પાતંજલયોગલક્ષણવિચાર (૧૧), (આ) ઈશાનુગ્રહવિચાર (૧૬), (ઈ) યોગાવતાર (૨૦), (0) ક્લેશતાનોપાય (૨૫) અને (ઈ) યોગમાહાસ્ય (૨૬).
આ પાંચેય અંગેની તત્ત્વાર્થદીપિકા નામની સ્વોપજ્ઞ વિવૃતિમાં પ્રસંગવશાત્ પાતંજલ યોગદર્શનમાંથી સૂત્રો અવતરણરૂપે અપાયાં છે. આવું કાર્ય થોડેક અંશે નિમ્નલિખિત ત્રણ ત્રિશિકાને લગતી તત્ત્વાર્થદીપિકામાં પણ કરાયું છેઃ
(અ) મિત્રાદ્ધાત્રિશિકા (૨૧), (આ) તારાદિત્રયાત્રિશિકા (૨૨) અને
૧. આ ત્રિશિકાનો ક્રમાંક છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org