________________
५७
મળતું નથી પણ એનાં પ્રતીકો એ ભાષ્ય ઉપરની સિંહસૂરિગણિ વાદિક્ષમાશ્રમણે રચેલી ન્યાયાગમાનુસારિણી નામની ટીકામાં જોવાય છે. એ પ્રતીકોને આધારે ભાષ્ય તૈયાર કરવાનું કાર્ય શ્રીવિજયલબ્ધિસૂરિએ કર્યું છે અને હાલમાં મુનિશ્રી જંબૂવિજયજી કરે છે.
(૪) પદ્મમચરિત. પ્રભાવકચરિતમાંના મલ્લવાદિ-પ્રબન્ધ'માં ૨૪૦૦૦ શ્લોક જેવડું આ રામાયણ મલ્લવાદીએ રચ્યાનો ઉલ્લેખ છે.
મલ્લવાદીની ઉપર્યુક્ત ચાર કૃતિઓ પૈકી પ્રથમનો ઉપયોગ યશોવિજયગણિએ કોઈ સ્થળે કર્યાનું જણાતું નથી. એમને પણ એ ટીકા કદાચ મળી નહિ હશે.
નયચક્રનો ઉપયોગ યશોવિજ્યગણિએ બે સ્થળે તો કર્યો છે : (૧) સાડી ત્રણ સો ગાથાનું સ્તવન (ઢાલ ૧૬, કડી ૨) અને દ્રવ્ય અનુયોગ વિચા૨નો સ્વોપશ ટબ્બો (પૃ. ૩૭). વિશેષમાં આ ટબ્બા (પૃ. ૭૩-૭૪)માં કહ્યું છે કે મલ્લવાદી નૈગમાદિ ત્રણ નયોને દ્રવ્યાર્થિક નય' ગણે છે.
યશોવિજયગણિ અને હરિભદ્રસૂરિ – યશોવિજયગણિએ હરિભદ્રસૂરિનો કેટલીક કૃતિમાં નિર્દેશ કર્યો છે. વિશેષમાં એમણે આ હરિભદ્રસૂરિકૃત ઉવએસપયનો ઉપયોગ ઉવએસરહસ્ય રચવામાં કર્યો છે જ્યારે પંચવત્યુગનો તો જાણે સંસ્કૃત ભાવાનુવાદ જ ન હોય તેમ એ ઉપરથી માર્ગપરિશુદ્ધિ રચી છે. આ ઉપરાંત આ -પંચતત્યુગમાંથી થયપરિણ્ણા' ઉદ્ધૃત કરી એની સંસ્કૃતમાં વ્યાખ્યા કરી છે. હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટકપ્રકરણ વગેરેમાંથી પ્રસંગવશાત્ અવતરણો આપ્યાં છે. વિશેષમાં આ ગણિવરે હરિભદ્રસૂરિષ્કૃત નિમ્નલિખિત ગ્રન્થો ઉપર ટીકા રચી છે ઃ
વીસવીસિયાગત જોગવીસિયા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને ષોડશક. યોગદૃષ્ટિસમુચ્ચય અને યોગબિન્દુ ઉપર એકેક અવસૂરિ રચ્યાનું કોઈ કોઈ કહે છે. આ સૌમાં શાસ્ત્રવાર્તાસમુચ્ચયને અંગેની ટીકા પરિમાણ અને મહત્ત્વની દૃષ્ટિએ અગ્ર સ્થાન ભોગવે છે.
યશોવિજયગણિ અને હેમચન્દ્રસૂરિ – ‘હેમચન્દ્ર’ નામના જે વિવિધ મુનિવરો થઈ ગયા છે તે પૈકી અહીં ‘કલિકાલસર્વશ’ તરીકે ઓળખાવાતા હેમચન્દ્રસૂરિ પ્રસ્તુત છે. યશોવિજયગણિએ હેમચન્દ્રસૂરિની નીચે મુજબની કૃતિઓ ઉપર વૃત્તિ રચી છે ઃ
અલંકારચૂડામણિ, છન્દશૂડામણિ અને વીતરાગસ્તોત્ર (પ્ર. ૮).
આ પૈકી છેલ્લી કતિના આઠમા પ્રકાશ ઉપર તો એમણે ત્રણ ત્રણ વૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org