________________
જીવનશોધન
બીજી ઢાલમાં પોતે નિર્ગુણ હોવા છતાં ગુરુથી તરી જઈશું એમ માનનારાને, ગચ્છમાં રહેલા નિર્ગુણ સાધુને સાધુ માનનારાને તેમજ પાપકર્મ પ્રતિક્રમણથી છૂટે એમ માનનારાને હિતશિક્ષા અપાઈ છે.
૨૪૦
ત્રીજી ઢાલમાં સાધુઓને નિયતવાસ, ચૈત્યપૂજા અને સાધ્વીએ લાવેલો આહાર કલ્પે એમ બોલનારાને તેમજ વિકૃતિઓનો વિગઇઓનો) નિત્ય ઉપયોગ કરનારાને શિખામણ અપાઈ છે.
ચોથી ઢાલમાં આત્માની સાક્ષીએ વ્રત પાળવાં પરંતુ ધર્મદેશના ન આપવી, શ્રાવકને ગૂઢ ભાવ ન સમજાવવા તેમજ નવીન ગ્રંથો રચવાની ના પાડનારાને હિતકારી ઉપદેશ અપાયો છે.
પાંચમી ઢાલમાં ગુરુકુલવાસની આવશ્યકતા અને મહત્તા દર્શાવાઈ છે.
છઠ્ઠી ઢાલમાં જ્ઞાનીની – ગીતાર્થની સેવા કરવી જોઈએ એમ કહ્યું છે. વળી અગીતાર્થને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પ્રતિસેવા, યોગ્ય, અયોગ્ય, સચિત્ત, અચિત્ત, મિશ્ર, કલ્પ, અકલ્પ્ય ઇત્યાદિનો બોધ હોતો નથી એ બાબત રજૂ કરાઈ છે.
સાતમી ઢાલમાં આજકાલ કોઈ ગીતાર્થ મુનિવર નથી વાસ્તે એકાકી વિહાર ક૨વામાં કશો વાંધો નથી, એમ કહેનારાને હિતશિક્ષા અપાઈ છે. વળી આ ઢાલમાં એકાકી વિહારથી થતા ગેરલાભ દર્શાવાયા છે. વિશેષમાં આ પંચમ કાળમાં ગીતાર્થને ગુરુકુલવાસ ક૨વો ઘટે એમ કહ્યું છે.
આઠમી ઢાલમાં કહ્યું છે કે ધર્મનો સાર અહિંસા છે વાસ્તે એનું જ સેવન કરવું અને પૂજાદિ ન કરવાં એમ કહેવું ઉચિત નથી. ત્યાર બાદ અહિંસાના હેતુઅહિંસા, સ્વરૂપ-અહિંસા અને અનુબંધ-અહિંસાનું નિરૂપણ કરાયું છે. અંતમાં નૈગમાદિ નય અનુસાર હિંસાની વિચારણા કરાઈ છે.
નવમી ઢાલમાં કહ્યું છે કે એકલાં સૂત્રને અર્થાત્ મૂળને જ સ્વીકારવાં અને એના અર્થને એટલે કે વૃત્તિ વગેરેને જતાં કરવાં એ ઠીક નથી. અહીં અર્થના ત્રણ પ્રકાર દર્શાવાયા છે. જેમ અર્થમાં ભેદ જણાય છે તેમ સૂત્રમાં પણ છે એવું વિધાન કરી સૂત્રગત કેટલાક મતભેદનો ઉલ્લેખ કરાયો છે. સૂત્રને રાજા અને અર્થને મન્ત્રી કહી આ ઢાલ પૂરી કરાઈ છે.
દસમી ઢાલમાં જ્ઞાન વિનાની એટલે કે યથાર્થ સમજણ વિનાની ક્રિયામાં જ મગ્ન રહેનારની દુર્દશાનું વર્ણન કરાયું છે.
અગિયારમી ઢાલમાં દ્રવ્ય-શ્રાવકના એકવીસ ગુણોનું નિરૂપણ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org