________________
યશોદહનઃ ખંડ-૨
૨૩૫
ગુરુપરંપરા વર્ણવી છે.
ક્રમની સકારણતા – બત્રીસ દ્વાત્રિશિકાઓ જે ક્રમે રજૂ કરાઈ છે તે ક્રમ કેવી રીતે યુક્તિયુક્ત છે એ બાબત ત. દી.માં વિચારાઈ છે. બીજી દ્વાáિશિકાને અંગેની ત. દી.ના પ્રારંભમાં એ દ્વત્રિશિકાનો પહેલી સાથેનો સંબંધ દર્શાવાયો છે. એવી રીતે ત્રીજીનો બીજી સાથેનો સંબંધ ત્રીજીને લગતી ત. દી.ના પ્રારંભમાં જણાવાયો છે. આમ ઉત્તરોત્તર કાર્ય કરાયું છે.
યોગદર્શન – દ્વા. ૧૬, ૨૦, ૨૧ અને ૨૪-૨૬ને અંગેની ત. દી.માં યોગદર્શનમાંથી સૂત્રો ઉદ્ધત કરાયાં છે.
ટિપ્પણ – “જે. ધ. પ્ર. સ” તરફથી પ્રકાશિત સવિવૃતિ મૂળ કૃતિની પ્રથમ દ્વત્રિશિકાનાં આદ્ય અઢાર પદ્યો ઉપર તેમજ ૨૧મી અને ૨૫મી દ્વાત્રિશિકાના એકેક પદ્ય ઉપર આનન્દસાગરસૂરિજીએ સંસ્કૃતમાં ટિપ્પણો રચ્યાં છે. એ મુદ્રિત પ્રતિ અહીંના જૈનાનન્દ પુસ્તકાલયમાં છે.
અનુવાદ-મૂળ કૃતિનું મહત્ત્વ જોતાં એનો ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષામાં અનુવાદ ક્યારનોએ પ્રસિદ્ધ થવો જોઈતો હતો પણ તેમ થયેલું જણાતું નથી એથી આશ્ચર્ય થાય છે.
ગુરુતત્તવિણિચ્છ ગુરુતત્ત્વવિનિશ્ચય) (ઉ. વિ. સં. ૧૭૩૩) – આ પ્રાસાદિક કતિ જ. મ. માં ચાર ઉલ્લાસમાં રચાઈ છે. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :
૨૦૮, ૩૪૩, ૧૮૮ અને ૧૬૬.
આમ એકંદર ૯૦૫ ગાથામાંથી કેટલીક તો પૂર્વાચાર્યોએ રચેલી કૃતિઓમાંથી અહીં વણી લેવાઈ છે અને એનો ઉલ્લેખ સ્વોપજ્ઞ વૃત્તિમાં કરાયો છે.
વિષય – પ્રથમ ઉલ્લાસમાં વ્યવહાર-દષ્ટિનું અને નિશ્ચય દષ્ટિનું સ્વરૂપ દાખલાદલીલથી સમજાવાયું છે,
૧. આ કૃતિ ૭૦૦૦ શ્લોક જેવડી સ્વોપજ્ઞ સંસ્કૃત વૃત્તિ, ગુજરાતી પ્રસ્તાવના, વિસ્તૃત વિષયાનુક્રમણિકા અને ચાર પરિશિષ્ટ તેમજ અસ્પૃશગતિવાદ (અપૂર્ણ) તથા કમ્મપયડિની સાત ગાથા અને એની લઘુવૃત્તિ સહિત “જે. આ. સ.” તરફથી ઈ. સ.
૧૯૨૫માં છપાવાઈ છે. ૨. આ ગુરુતત્તવિણિચ્છયની સ્વોપજ્ઞ વૃત્તિની બે હાથપોથીઓ વિ. સં. ૧૭૩૩માં લખાયેલી
મળે છે અને એનો ઉપયોગ સવૃત્તિક મૂળના પ્રકાશનાર્થે કરાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org