________________
૨૩૨
જીવનશોધન વ્યાસ વગેરેએ સત્ય અર્થનું કથન કરેલું હોવાથી એટલે કે તાત્વિક વસ્તુને કહેવાના ગુણને લક્ષ્યમાં રાખીને હરિભદ્રસૂરિજીએ એમને “મહર્ષિ કહ્યા છે.
(૨૧) મિત્રા – આમાં મિત્રાનું લક્ષણ, અહિંસાદિ પાંચ યમ, ૨૭ (૩ ૪ ૩૪ ૩) વિતર્કો, યોગનાં બીજ અને એનો લાભ એમ વિવિધ બાબતો આલેખાઈ છે.
ત. દી.માં પાતંજલ યોગદર્શનમાંથી કેટલાંક સૂત્રો અપાયાં છે.
(૨૨) તારાદિત્રય – આમાં તારા, બલા અને દીપ્તા એ ત્રણ દૃષ્ટિનું નિરૂપણ છે. સાથે સાથે શૌચાદિ પાંચ નિયમો અને એનાં ફળ, તત્ત્વના શ્રવણની ઈચ્છા (તત્ત્વશુશ્રુષા) અને પ્રણિધાનનું સ્વરૂપ, બહિર્વત્તિ, અન્તર્વત્તિ અને સ્તંભવૃત્તિનો રેચક, પૂરક અને કુંભક તરીકે નિર્દેશ, પતંજલિએ દર્શાવેલા પ્રાણાયામની કોઈકને ઉપયોગિતા, ધર્મનું પ્રાણો-જીવન કરતાં મહત્ત્વ તેમજ વેદ્યસંવેદ્ય પદ અને અવેદ્યસંવેદ્ય પદની સમજણ એમ વિવિધ વાનગી રિસાઈ છે.
(ર૩) કુતર્કગ્રહનિવૃત્તિ – આમાં કુતર્કનું સ્વરૂપ, એની હેયતા, બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ એમ બોધના ત્રણ પ્રકારો, સદનુષ્ઠાનનું લક્ષણ, કાળ, નય વગેરેને લઈને દેશનાઓમાં ભિન્નતા ઈત્યાદિ બાબતો ચર્ચાઈ છે.
(૨) સદ્દષ્ટિ – પ્રત્યાહાર અને ધારણાનાં લક્ષણ તેમજ સ્થિરા, કાત્તા અને પ્રભા એ ત્રણ દષ્ટિનું સ્વરૂપ, ધર્મના ફળરૂપ ભોગની હેયતા, પ્રભાષ્ટિમાં અસંગાનુષ્ઠાન અને નિવૃતિથી થતો લાભ એમ વિવિધ બાબતો અહીં નિરૂપાઈ છે.
ત. દી.માં પાતંજલના યોગદર્શનમાંથી કેટલાંક સૂત્ર અપાયાં છે.
(૨૫) ફ્લેશતાનોપાય – અહીં કહ્યું છે કે ક્લેશનો નાશ નિર્મળ જ્ઞાન અને શુદ્ધ ક્રિયાથી થઈ શકે, નહિ કે નૈરાશ્યદર્શનથી, વિવેકખ્યાતિથી અથવા અંતિમ દુઃખના નાશથી.
આમ અહીં અજૈન ઉપાયોનું નિરસન કરાયું છે. તદી.માં પાતંજલ યોગદર્શનમાંથી અવતરણો અપાયાં છે. . (ર૬) યોગમાહા – આમાં યોગનો મહિમા વર્ણવાયો છે. વિશેષમાં ધારણાદિ સંયમથી પતંજલિના મતે જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે ગણાવાઈ છે. અંતમાં શુદ્ધ સંયમનું સ્વરૂપ સમજાવાયું છે. આગળ જતાં યોગના પ્રભાવે ચિલાતીપુત્ર, દઢપ્રહારી અને મરુદેવા મોક્ષે ગયાં અને ભરતને કેવલજ્ઞાન થયું એમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org