________________
જીવનશોધન
(૧૪) અપુનર્બન્ધક – આમાં અપુનર્બન્ધક જીવનું સ્વરૂપ સમજાવાયું છે. તેમ કરતી વેળા કહ્યું છે કે અપુનર્બન્ધકની જ પૂર્વસેવા મુખ્ય છે, જ્યારે અન્યની ઔપચારિક છે. ઈદશી. અર્થાત્ સંકલેશના અયોગને લઈને વિશિષ્ટ અને એષ્યભદ્રા એટલે કે કલ્યાણના અનુબન્ધવાળી પુરુષની પ્રકૃતિને આશ્રીને વ્યવહાર પ્રસિદ્ધ છે અને એ પ્રકૃતિથી જ શાંત અને ઉદાત્ત થવાય છે અને તેમ થતાં સંસાર અને મોક્ષનાં બીજ, સ્વરૂપ અને ફળ વિચારાય છે ઇત્યાદિ બાબતો અહીં રજૂ કરાઈ છે.
પંદરમા પદ્યમાં ગોપેન્દ્રનો અને ૨૪મામાં દર્દુરચૂર્ણનો ઉલ્લેખ છે.
૨૩૦
-
(૧૫) સમ્યગ્દષ્ટિ – આમાં સમ્યગ્દષ્ટિનાં શુશ્રુષા, ધર્મનો રાગ અને ગુરુ વગેરેનું પૂજન એમ ત્રણ લિંગ દર્શાવાયાં છે. યથાપ્રવૃત્તિ ઇત્યાદિ ત્રણ કરણ, સમ્યગ્દષ્ટિની બોધિસત્ત્વ સાથે તુલના, શિષ્ટત્વના લક્ષણની મીમાંસા તેમજ સભ્યશ્રુતનું લક્ષણ એ બાબતો પણ વિચારાઈ છે.
ત. દી. – (પત્ર ૯૧ અ)માં પીઠ અને મહાપીઠનો ‘મુણ્ડકેવલી’ તરીકે ઉલ્લેખ
છે.
(૧૬) ઈંશાનુગ્રહવિચાર – પતંજલિના મત મુજબનું મહેશનું લક્ષણ, આજ્ઞાના પાલનરૂપ અનુગ્રહનું નિરાકરણ, વ્યાધિ વગેરે વિઘ્નોનો નિર્દેશ, જપનું ફળ અને માધ્યસ્થ્ય ગુણોનું રાગપૂર્વકનું અનુષ્ઠાન એમ અનેક બાબતો અહીં વિચારાઈ છે. શ્લો. ૧૬માં કાલાતીતનો અને શ્લો. ૨૭માં વ્યાસનો ઉલ્લેખ છે.
ત. દી.માં પાતંજલ યોગદર્શનમાંથી કેટલાંક સૂત્રો અપાયાં છે.
(૧૭) દૈવપુરુષકાર - અહીં કહ્યું છે કે દૈવ એટલે પોતાનું કર્મ અને પુરુષાકાર એટલે પોતાનો પ્રયત્ન. નિશ્ચય-નય અને વ્યવહાર-નય પ્રમાણે આ બેનું સ્વરૂપ અહીં આલેખાયું છે. નિશ્ચય-નય પ્રમાણે બંને સ્વતંત્ર છે, જ્યારે વ્યવહાર-નય પ્રમાણે સાપેક્ષ છે. અંતિમ પુદ્ગલપરાવર્તમાં દૈવ ઉપર પુરુષકાર પ્રાયઃ વિજય મેળવે છે, અને બેથી નવ પલ્યોપમ બાકી હોય ત્યારે ચારિત્ર મળે છે એ બાબતો તેમજ ચારિત્રનાં લિંગો વિષે અહીં નિરૂપણ છે.
(૧૮) યોગભેદ – અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિનો ક્ષય એમ યોગના પાંચ પ્રકારો ગણાવી અહીં એનાં લક્ષણ આપી ફળ દર્શાવાયાં છે. મૈત્રી વગેરે ચાર ભાવના, ધ્યાન અને એના દોષાદિ તેમજ સમિતિ અને ગુપ્તિ વિષે કેટલુંક નિરૂપણ છે.
૧. આથી નંદિષણ અપવાદરૂપ છે એમ ત. દી. (પત્ર ૧૦૭ અ)માં કહ્યું છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org