________________
૨૨૮
જીવનશોધન એનાં લક્ષણ અને ફળ દર્શાવાયાં છે. વિશેષમાં એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય એ બે પક્ષ અસ્વીકાર્ય છે અને નિત્યાનિત્ય પક્ષ સ્વીકારવાથી અહિંસાની ઉત્પત્તિ છે, સત્ય વગેરે મહાવ્રતો અહિંસાની વાડરૂપ છે, પીડાના કર્તુત્વથી અર્થાતુ પીડા માટે સ્વતંત્ર પ્રવૃત્તિ કરવાથી દેહના વિનાશથી અને દુષ્ટ આશયથી એટલે કે સંકલેશથી એમ હિંસાના ત્રણ પ્રકાર છે, ઈત્યાદિ બાબતો રજૂ કરાઈ છે.
ત. દી. પત્ર ૪૭ આ-૪૮ અ)માં કહ્યું છે કે જેમ જેનો પાંચ મહાવ્રતો ગણાવે છે તેમ ભાગવતો પાંચ વ્રતો અને પાંચ ઉપવ્રતો ગણાવે છે. વ્રતો તે પાંચ યમ છે અને પાંચ ઉપવ્રતો તે પાંચ નિયમ છે. પાશુપતો નીચે પ્રમાણે દસ ધર્મ ગણાવે છે :
(૧) અહિંસા, (૨) સત્યવચન, (૩) અચૌર્ય, (૪) અકલ્પના, (૫) બ્રહ્મચર્ય. (૬) અક્રોધ, (૭) આર્જવ, (૮) શૌચ, (૯) સન્તોષ અને (૧૦) ગુરુની શુશ્રુષા.'
વ્યાસના મતના અનુયાયી સાંખ્યો અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અવ્યવહાર એમ પાંચ યમ અને અક્રોધ, ગુરુની શુશ્રુષા, શૌચ, આહારનું લાઘવ અને અપ્રમાદ એમ પાંચ નિયમ ગણાવે છે. બૌદ્ધો નીચે મુજબ દશ અકુશલ' ગણાવે છે :
(૧) હિંસા, (૨) ચોરી, (૩) અન્યથાકામ એટલે પારદાર્થ પરસ્ત્રીપણું), (૪) પૈશુન્ય, (૫) કઠોર, (૬) અસત્ય, (૭) સંબિન આલાપ અર્થાત્ અસંબદ્ધ ભાષણ, (૮) વ્યાપાદ યાને પરની પીડાનું ચિન્તન, (૯) અભિધ્યા યાને ધનાદિ વિષે અસંતોષ અને (૧૦) દિગ્વિપર્યય યાને મિથ્યાભિનિવેશ.
(૯) કથા -- અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા એમ કથાના ચાર પ્રકારો દર્શાવી, ધર્મકથાના આક્ષેપણી ઈત્યાદિ ચાર ભેદો અને આક્ષેપણીના આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદને આશ્રીને ચાર અવાંતર ભેદો તેમજ સાધુ કેવી કથા કહે અને કેવી ન કહે એ બાબતો અહીં વિચારાઈ છે.
(૧) યોગલક્ષણ – આના પ્રારંભમાં જેને દૃષ્ટિએ યોગનું લક્ષણ દર્શાવાયું છે. ત્યાર બાદ ભવાભિનંદીનું અને લોકપંક્તિનું સ્વરૂપ, ક્રિયાના પ્રણિધાન, પ્રવૃત્તિ, વિનજય, સિદ્ધિ અને વિનિયોગ એ પાંચ આશયોનાં લક્ષણ તેમજ ભાવથી શુદ્ધ ક્રિયાની મહત્તા એ બાબતો રજૂ કરાઈ છે. ૧૦મા પદ્યમાં ગોપેન્દ્રનો અને ર૬મામાં
૧. આને લગતું અવતરણ ત. દી. માં અપાયું છે. ૨. આને લગતું અવતરણ કોઈ બૌદ્ધ ગ્રંથમાંથી અપાયું છે.
૩. મોક્ષની સાથે જોડનાર જ યોગ” છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org