________________
યશોદોહન : ખંડ–૨
૨૨૫
ઉત્તરાધ્યયન (૧૬), 'ઉપદેશમાલા (૧૯), ગચ્છાચાર (૧૮), પંચાશક (૨૩), બૃહત્કલ્પભાષ(ષ્ય) (૨૦) અને સૂયગડાંગ (૧૫),
અતિદિનચર્યા આ કૃતિના કર્તા તરીકે તપા' ગચ્છના યશોવિજયનો ઉલ્લેખ કરી એની બે હાથપોથીઓની નોંધ જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૩૧૭)માં લેવાઈ છે. શું આ ન્યાયાચાર્યની કૃતિ છે ?
૩
-
પ્રસ્તુત કૃતિ સંસ્કૃતમાં હશે. એની ભાષા એ હો યા નહિ, પરંતુ એનું નામ વિચારતાં એમાં જૈન મુનિઓની દિવસ પૂરતી ચર્ચાનું – કાર્યવાહીનું નિરૂપણ હોવું જોઈએ.
પાંચ મહાવ્રતોની ભાવનાની સજ્ઝાય આ કૃતિનો ઉલ્લેખ ન્યા. ય. સ્મૃ. (પૃ. ૨૦૩)માં છે, પરંતુ આ સજ્ઝાય મારા જોવામાં આવી નથી. જો એ સાચે જ ન્યાયાચાર્યની કૃતિ હોય તો એમાં પાંચ મહાવ્રતોને અંગેની ભાવનાઓનું નિરૂપણ હશે.
'દ્વાત્રિંશદ્ધાત્રિંશિકા – આ સંસ્કૃત કૃતિ જે બત્રીસ પદ્યોવાળી એકેક એવી બત્રીશ દ્વાત્રિંશિકા (બત્રીસી) છે. તેમાં પહેલી એકત્રીસ દ્વાત્રિંશિકા ‘અનુષ્ટભ્’ માં અને છેલ્લી ‘રથોદ્ધતા'માં છે. એ પ્રત્યેકનું નામ તે તે બત્રીસીના અંતમાંની પુષ્ટિકામાં છે. એમ પ્રકાશિત આવૃત્તિ જોતાં જણાય છે. આ નામો કર્તાએ યોજ્યાં છે કે અન્ય કોઈએ – લહિયાએ તે જાણવું બાકી રહે છે. ગમેતેમ એ નામો તે તે દ્વાત્રિંશિકાના વિષયનું દ્યોતન કરે છે. એ નામો ‘દ્વાત્રિંશિકા’ શબ્દને બાજુએ રાખી હું અહીં રજૂ કરું છું અને સાથે સાથે તે તે દ્વાત્રિંશિકાનો સંક્ષિપ્ત પરિચય પણ આપું છું :
(૧) દાન આમાં અનુકંપા-દાન અને સુપાત્ર-દાન વિષે માહિતી અપાઈ
-
૧. જુઓ ગા. ૪૧૨-૪૧૫.
૨. આ કૃતિ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થઈ હોય એમ જણાતું નથી.
૩. ઉપાધ્યાયજીના નામે ચઢેલી આ નામની કૃતિ છે અને તે સંસ્કૃત પદ્યમય છે. એ અમુદ્રિત છે, પણ એમના નામે સાચી રીતે ચઢેલી છે કે કેમ ? તે નિર્ણય કરવો બાકી છે. – સંપાદક. ૪. આ કૃતિ તત્ત્વાર્થદીપિકા નીમની સ્વોપક્ષ વિવૃત્તિ સહિત જૈ. ધ. પ્ર. સ.' તરફથી વિ. સં. ૧૯૬૬માં પ્રકાશિત કરાઈ છે. જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૧૮૩)માં અર્થદીપિકાનો તત્ત્વદીપિકા તરીકે પણ ઉલ્લેખ છે. ઉપર્યુક્ત પ્રકાશનમાં સંસ્કૃત પ્રસ્તાવના દ્વારા બત્રીસ બત્રીસીઓના વિષયની ઝાંખી કરાવાઈ છે. તત્ત્વદીપિકામાંનાં અવતરણ પૈકી કોઈ કોઈનાં મૂળ દર્શાવાયાં છે. પરંતુ મૂળ પદ્યોની અનુક્રમણિકા, અવતરણોની સૂચી ઇત્યાદિ વિશિષ્ટ સામગ્રીનો અભાવ છે. એ જોતાં તેમજ આ પ્રકાશન મળતું નથી એથી એની સમીક્ષાત્મક આવૃત્તિ પ્રસિદ્ધ થવી ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org