________________
યશોદોહન : ખંડ–૨
મુજબ ગણાવાયાં છે :
(૧) માર્ગાનુસારી ક્રિયા, (૨) પ્રજ્ઞાપનીયત્વ યાને શિક્ષા ગ્રહણ કરવાની યોગ્યતા, (૩) ઉત્તમ શ્રદ્ધા, (૪) ક્રિયાઓને વિષે અપ્રમાદ, (૫) શક્ય અનુષ્ઠાનનો આરંભ (આદર), (૬) ગુણોનો તીવ્ર અનુરાગ અને (૭) ગુરુની આજ્ઞાનું પરમ આરાધન.
૨૨૩
આ સાત લક્ષણોનાં નિરૂપણરૂપ પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે પ્રમાણે છે : ૫-૩૦, ૩૧-૯૮, ૯૯-૧૦૦, ૧૦૧-૧૧૯, ૧૨૦-૧૩૫, ૧૩૬-૧૩૮, ૧૩૯૨૨૫.
આમ જે સાત વિભાગો – અધિકારો પડે છે તેમાંના 'વિષયો હું નીચે મુજબ દર્શાવું છું :
(૧) માર્ગની વ્યાખ્યા, સિદ્ધાંતની રીતિ, સત્ અને અસત્ આચરણાનું સ્વરૂપ અને ગુરુની આજ્ઞા અનુસારના વર્તનથી કલ્યાણ.
(૨) વિધિ-સૂત્ર, ઉદ્યમ-સૂત્ર, સ્તુતિ-સૂત્ર, ભય-સૂત્ર, ઉત્સર્ગ-સૂત્ર, અપવાદ-સૂત્ર, ઉત્સર્ગાપવાદ-સૂત્ર એમ સાત પ્રકારનાં સૂત્રોનો ઉલ્લેખ અને દેશનાની રીતિ.
(૩) વિધિનું બહુમાન, વિધિનું જ્ઞાન, પ્રત્યાખ્યાન પાળવાની લાયકાત, તેમજ વધની અને દયાની તરતમતા.
(૪) મોક્ષદાયક સાધનોની સાધના કરવાની – અનુષ્ઠાનો કરવાની તીવ્ર અભિલાષા, ઉપદેશ કરવા યોગ્ય ગુણો તેમજ દાન, પાત્ર ઇત્યાદિનું નિરૂપણ.
(૫) સંહનનાદિકની હીનતાને – નિર્બળતાને લક્ષ્યમાં લઈને અનુષ્ઠાન કરવાની રીત અને શુભ અધ્યવસાય–ભાવનું રક્ષણ.
(૬) ગુણીજનની પ્રશંસાની રીત.
(૭) ગુરુકુળવાસની આવશ્યકતા, એકલવિહારીને લાગતાં દૂષણો, વિહારની રીતિ, ગુરુ અને શિષ્યના વાસ્તવિક ગુણો, સત્ય પ્રરૂપકની પ્રશંસા અને દુઃષમા’ કાળમાં સાધુઓની વિદ્યમાનતા.
૨૨૧મા પદ્યમાં કહ્યું છે કે જે એમ કહે કે ધર્મ નથી, સામાયિક નથી અને
૧. આની રૂપરેખા ન્યા. ય. ગ્રં.ના ઉપોદ્ઘાત પત્ર ૧૪ આ, ૧૫ )માં અને એને આધારે ન્યા. ય. સ્મૃ. (પૃ. ૧૯૬૬માં આલેખાઈ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org